deepika opposite star vicky kaushal in karan johar film
  • Home
  • Photo Gallery
  • PHOTOS: જેની સાથે કામ કરવા તૈયાર નહોતી દીપિકા હવે એની સાથે બધા જ પ્રકારના સીન આપશે!

PHOTOS: જેની સાથે કામ કરવા તૈયાર નહોતી દીપિકા હવે એની સાથે બધા જ પ્રકારના સીન આપશે!

 | 1:18 pm IST

દીપિકા પાદુકોણે છેલ્લે 2013માં કરણ જોહર સાથે યે જવાની હૈ દીવાનીમાં કામ કર્યું હતું ત્યાર પછી તેણે કરણ સાથે કોઈ જ ફિલ્મ કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે દીપિકા અને કરણ એક સારી સ્ક્રિપ્ટની રાહ જોતા હતા. હવે સમાચાર છે કે કરણની એક ફિલ્મમાં દીપિકા કામ કરવાની છે.

આ ફિલ્મમાં દીપિકા સાથે અભિનેતા તરીકે વિકી કૌશલ જોવા મળે તેવી શક્યતા છે. આ ફિલ્મનું દિગ્દર્શન શકુન બત્રા કરશે. તેમજ ગલી બોયનો સિદ્ધાંત ચતુર્વેદી આ ફિલ્મમાં દીપિકા સાથે રૂપેરી પડદે જોડી જમાવશે. માટે કરણ વિકી અને સિદ્ધાંતમાંથી કોને ફાઇનલ કરે એ જોવાનું રહ્યું.

ઉલ્લેખનીય છે કે, સંજયલીલા ભણશાલીએ ફિલ્મ ‘પદ્માવત’ ના રાજા રતનસિંહના પાત્ર માટે વિકી કૌશલને પસંદ કર્યો હતો. પરંતુ દીપિકાએ વિકી સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો. તો જુઓ દીપિકાના કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન