Deepika Padukon Did Photo shoot For Tanishq
  • Home
  • Photo Gallery
  • Photos: જ્વેલરી બ્રાન્ડ માટે દીપિકાએ કરાવ્યું શાનદાર ફૉટો શૂટ, લાગી રહી છે ગ્લેમરસ

Photos: જ્વેલરી બ્રાન્ડ માટે દીપિકાએ કરાવ્યું શાનદાર ફૉટો શૂટ, લાગી રહી છે ગ્લેમરસ

 | 4:07 pm IST

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે તાજેતરમાં જ એક ફોટો શૂટ કરાવ્યું છે. આ ફૉટો શૂટ દીપિકાએ તનિષ્ક જ્વેલરી બ્રાન્ડ માટે કરાવ્યું છે. આ ફોટોમાં તે ઇન્ડિયન લૂકમાં જોવા મળી રહી છે. તનિષ્ક જ્વેલરીએ પોતાની દીવાળી એડ માટે દીપિકાને આ લૂક આપ્યો છે. આ એડ માટે દીપિકાની ઘણી તસવીરો સામે આવે છે.

તસવીરોમાં દીપિકા ગૉલ્ડન થીમ પર આધારિત લૂકમાં જોવા મળી રહી છે. દીપિકાનાં આ એથેનિક લૂકને તેના ફેન્સ ઘણો જ પસંદ કરી રહ્યા છે. તસવીરોમાં દીપિકા અલગ અલગ લૂક સાથે અલગ અલગ ડ્રેસ તેમજ જ્વેલરીમાં જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દીપિકા પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે.