Deepika Padukon New Photoshoot Picture goes Viral on Social Media
  • Home
  • Featured
  • Photos: દીપિકા પાદુકોણનો આ હોટ અને ગ્લેમરસ ફોટોશૂટ જોઈ તમારો પણ પરસેવો છૂટી જશે

Photos: દીપિકા પાદુકોણનો આ હોટ અને ગ્લેમરસ ફોટોશૂટ જોઈ તમારો પણ પરસેવો છૂટી જશે

 | 7:45 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. દીપિકાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવા ફોટોશૂટની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જે તેના ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. દીપિકા પાદુકોણ આ તસવીરોમાં ખૂબજ હોટ અને ગ્લેમરસ દેખાઈ રહી છે.

દીપિકા પાદુકોણે વ્હાઇટ ટી-શર્ટ અને સિલ્વર કલરના પેન્ટમાં આ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેઓ ખૂબજ કૂલ અને સુંદર દેખાઈ રહી છે. દીપિકાએ કાનમાં સિલ્વર ઇયરિંગ્સ પણ પહેર્યા છે. જે તેના લુકને વધુ એટ્રેક્ટિવ બનાવે છે. ખુલ્લા વાળમાં દીપિકાનું સૌંદર્ય વધુ ખીલી રહ્યું છે. આ તસવીરો દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર લગભગ એક કલાક પહેલા જ પોસ્ટ કરી છે અને લખાય ત્યાં સુધી 6-8 લાખ લોકોએ આ ફોટોઝ જોયા છે. વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા જલ્દી ફિલ્મ ‘છપાક’માં દેખાશે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની બાયોપિક છે. ફિલ્મને મેઘના ગુલજાર ડાયરેક્ટ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન