Deepika Padukone 4 Stunning Looks in Cannes Viral on Internet
  • Home
  • Featured
  • Cannes 2019: ટપોટપ વાયરલ થયા દીપિકા પાદુકોણના 4 અદભૂત લુક, જુઓ તસવીરો

Cannes 2019: ટપોટપ વાયરલ થયા દીપિકા પાદુકોણના 4 અદભૂત લુક, જુઓ તસવીરો

 | 5:38 pm IST

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણના સ્ટનિંગ લુક્સ હાલ ટ્રેન્ડ કરી રહ્યા છે. પહેલા કાન્સના રેડ કારપેટ પર દીપિકા પાદુકોણે સ્ટાઇલિશ અંદાજમાં ધમાકેદાર એન્ટ્રી કરી. જ્યારે હવે દીપિકાના બીજા દિવસના લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. દીપિકાના બીજા દિવસના અત્યાર સુધી 4 લુક સામે આવ્યા છે. ચારે લુકમાં દીપિકા ખૂબજ સુંદર દેખાઈ રહી છે.

પહેલા લુકમાં દીપિકા બ્લૂ એન્ડ વ્હાઈટ કલરના સ્ટ્રાઇપ્ડ પેંટસૂટમાં નજરે આવી. દીપિકાનો આ બોસી અંદાજ ફેન્સનો ઘણો પસંદ આવ્યો છે. આ લુકને દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે,‘day 2, look 1… ’. એક્ટ્રેસે તેના લુકને ઓરેંજ કલરની બેલી અને ગોગલ્સથી કમ્પલિટ કર્યું છે.

બીજા લુકની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે દીપિકાએ ઓફ-વ્હાઇટ બ્રેન્ડની બ્લેક એન્ડ નિયોન ગ્રીન કલરની ગ્લેમરસ ડ્રેસ પહેરી છે. નિયોન કલરના ગોગલ્સ તેના લુકને વધુ ટ્રેન્ડી બનાવી રહ્યા છે. દીપિકાના લુકમાં સૌથી વધુ હાઈલાઇટ છે તેની બિગ સાઇઝ બ્લેક સ્નીકર્સ. દીપિકાનો બિગ સ્નીકર્સ અને કૂલ સ્વેગ રણવીર સિંહની યાદ અપાવે છે. ત્રીજા લુકમાં દીપિકા ક્લાસી દેખાઈ છે. તેને ટ્રાન્સપેરેંટ વ્હાઈટ શર્ટ અને હાઈ વેસ્ટ ટ્રાઉઝર પહેર્યું છે. લાઈટ શેડના ગ્લાસેસ તેના લુકને હાઈલાઈટ કરે છે.

ચોથા લુકમાં દીપિકાએ ERDEM ગાઉન પહેર્યું છે. જેમાં લાલ અને પીળા ફૂલોની પ્રિંટ દેખાઈ રહી છે. જ્યારે ગળામાં મોટું Black Bow દેખાઈ રહ્યું છે. આ સાથે દીપિકાએ ફ્લોરલ ઇયરિંગ્સ પહેરી છે. તમને જણાવી દઈએ કે કાન્સમાં દીપિકા પાદુકોણનો સ્વેગ અને કૂલ એટિટ્યૂટ ચર્ચામાં છે. ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દીપિકા પાદુકોણ છવાઈ છે. દીપિકાએ આ વખતે કાન્સમાં તેના લુક્સ પર ઘણા એક્સપેરિમેન્ટ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન