Ranbir kapoor and deepika padukone hang out an event together
  • Home
  • Featured
  • Photos : રણબીર કપૂરને બાય કહેતા દીપિકાએ કર્યું આવું, જાણીને થશે આશ્વર્ય !

Photos : રણબીર કપૂરને બાય કહેતા દીપિકાએ કર્યું આવું, જાણીને થશે આશ્વર્ય !

 | 12:04 pm IST

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ બોલીવુડની એક એવી જોડી છે જે પોતાના બ્રેકઅપ પછી પણ દોસ્તીનો ખુબસુરત સબંધ નિભાવી રહ્યા છે. આ બંને એક સમયે લગ્ન કરીને ઠરી ઠામ થવાનું વિચારી રહ્યા હતા પણ કુદરત અને કિસ્મતને કદાચ આ મંજૂર ન હતુ અને આ ક્યુટ કપલ અલગ થઈ પોત પોતાના રસ્તા પર આગળ વધી ગયુ. રણબીર કપૂર હાલ આલિયા ભટ્ટ સાથે રિલેશનમાં છે તો દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે ખુબજ ધામધુમથી લગ્ન કરી લીધા છે. આ કપલને ઓન સ્ક્રીન તેમજ ઓફ સ્ક્રીન જોતા ખુબજ સારા લાગતા હતા.

સોમવારે એક ઈવેન્ટમાં જ્યારે દીપિકા અને રણબીર સાથે થયા ત્યારે તેમની વચ્ચે સ્પેશિયલ બોન્ડીંગ જોવા મળતુ હતુ. બંનેએ એક સાથે ખુબજ સહજતાથી આ ઇવેંટને એટેંડ કરી હતી.

રણબીર કપૂર અને દીપિકા જ્યારે રિલેશનમાં હતા ત્યારે તેમનું બ્રેકઅપ થયુ ત્યારે અને હાલ અલગ હોવા છતા તેમને વારંવાર એકબીજા સાથે જોડી તેમના ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર થયા કરે છે. રણબીર કપૂર અને દીપિકાની જોડીએ ખુબજ યાદગાર ફિલ્મો આપી છે. રણબીર કપૂર અને દીપિકાની હાલ એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે જેમાં દીપિકાને રણબીરે ગળે લગાવી લીધી હતી.

રણબીર અને દીપિકાએ બ્રેકઅપબાદ એક એડ કરી હતી જેને દીપિકાએ તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીર પર રણબીરે કાસ કમેન્ટ લખી હતી અને કહ્યુ હતુ કે “Hello, Dimple. We meet again…”

પ્રશંસકોને આ ખાસ ટ્યુનિંગ ક્યારે મોટા પડદે ફરી ચમકશે તેની આતુરતાથી રાહ છે. વર્કફ્રંડની વાત કરીએતો દીપિકા પાદુકોણ ફિલ્મ છપાક લઈને આવી રહી છે રણબીર આલિયા સાથે બ્રહ્માસ્ત્ર કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન