- Home
- Entertainment
- Bollywood
- રણવીર-દીપિકાએ સૌને ચોંકાવી દીધા, ફર્સ્ટ એનિવર્સરીમાં ગ્રાન્ડ પાર્ટી નહીં સાદાઈથી કરશે ઉજવણી

રણવીર-દીપિકાએ સૌને ચોંકાવી દીધા, ફર્સ્ટ એનિવર્સરીમાં ગ્રાન્ડ પાર્ટી નહીં સાદાઈથી કરશે ઉજવણી

ગયા વર્ષે 14 નવેમ્બરે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ લગ્ન ખુબજ ધામધુમથી ઈટલીમાં થયા હતા. હવે આવતી કાલે આ કપલ તેની ફર્સ્ટ એનીવર્સરી ઉજવશે. દીપિકા અને રણવીરના પ્રશંસકો છેલ્લા કેટલાયે સમયથી જાણવા આતુર છે કે આ કપલ કેટલી ભવ્ય રીતે આ ખાસ ઉજવણી કરશે.
રિપોર્ટસ અનુસાર રણવીર અને દીપિકા પોતાની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરીએ તિરૂપતિ બાલાજીએ દર્શન કરી આશીર્વાદ મેળવશે. આ ખાસ અવસરે તેમની સાથે સમગ્ર પરિવાર પણ હાજર રહેશે. કપલ સાથે સાથે પદ્માવતી મંદિરે પણ દર્શન કરશે. આ મંદિર તિરૂપતિ બાલાજીની નજીક જ આવેલું છે. ત્યારબાદ આ કપલ અમૃતસર ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કરશે. મંદિર દર્શન કરી આ કપલ 15 નવેમ્બરે મુંબઈ પરત ફરશે.
આપને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલીવુડનું સૌથી લોકપ્રિય કપલ છે. બંનેની ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન કેમેસ્ટ્રીને ખુબજ પસંદ કરવામાં આવે છે. બંને વચ્ચે ફિલ્મ ગોલિયો કી રાસલીલા ફિલ્મથી પ્રેમ પાંગર્યો હતો. 6 વર્ષ સુધી એકબીજા સાથે ડેટ કર્યા પછી બંનેએ એક બીજાના થઈ જવાનો નિર્ણય કર્યો. કપલે ગયા વર્ષે 2018માં ઇટલીમાં લેક કોમોમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા.
લગ્નબાદ દીપિકા તેની આગામી ફિલ્મ છપાકને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર ટુંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. સાથે દર્શકોને ફિલ્મ 83ની આતુરતાથી રાહ છે આ ફિલ્મમાં દીપિકા અને રણવીર સાથે હોવાથી દર્શકોને ડબલ ડોઝ મળશે તેમ કહી શકાય. 83 ફિલ્મને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યા છે રણવીર આ ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકા નિભાવી રહ્યો છે.
આ વીડિયો જુઓ: અયોધ્યાને દેશની અધ્યાત્મ નગરી તરીકે વિકસિત કરવા માટે તડામાર તૈયારીઓ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન