Deepika Padukone And Ranveer Singh Dance On Khalbali Song
  • Home
  • Featured
  • દીપિકાએ ‘ખલબલી’ ગીત પર કર્યો એવો ડાન્સ કે રણવીર જોતો રહી ગયો

દીપિકાએ ‘ખલબલી’ ગીત પર કર્યો એવો ડાન્સ કે રણવીર જોતો રહી ગયો

 | 12:30 pm IST

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જ્યારે પણ એક સાથે સ્ક્રીન પર આવે છે ત્યારે બધા જ રેકોર્ડ તુટી જતા હોય છે. દર્શકો આ જોડીને ઑન સ્ક્રીન અને ઑફ સ્ક્રીન પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં જ રાજધાનીમાં થયેલા એક કાર્યક્રમમાં દીપિકા પાદુકોણે અને રણવીર સિંહે ‘ખલબલી’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ ડાન્સ દરમિયાન દીપિકા પાદુકોણ જાણે ખિલજી બની ગઇ હોય તે રીતે ડાન્સ કરી રહી હતી. રણવીર સિંહે પણ ફરી એકવાર પોતાના ડાન્સ દ્વારા ‘ખલબલી’ મચાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ અત્યારે ફિલ્મ ‘ગલી બૉય’ અને ‘સિંબા’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. તો દીપિકા પાદુકોણ પણ એસિડ અટેક સર્વાઇવરનાં જીવન પર બની રહેલી ફિલ્મમાં મુખ્ય પાત્રમાં જોવા મળશે.