deepika-padukone-and-ranveer-singh-from-ambani-wedding
  • Home
  • Featured
  • અંબાણીની પાર્ટીમાં દેશી અંદાજમાં નાચ્યાં દીપિકા-રણવીર, Video

અંબાણીની પાર્ટીમાં દેશી અંદાજમાં નાચ્યાં દીપિકા-રણવીર, Video

 | 3:31 pm IST

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન દિગ્ગજ બિઝનેસ મેન આનંદ પીરામલ સાથે મુંબઈમાં યોજાશે. એ પહેલા ઉદયપુરમાં પ્રી-વેડિંગ સેરેમની શાનદાર રીતે યોજવામાં આવી હતી જેમાં બોલીવુડની દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી. આ પાર્ટીમાં ન્યુ કપલ દીપિકા-રણવીરે મન મુકીને ડાન્સ કર્યો હતો. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રણવીર બ્લૂ થ્રી પીસમાં ખુબજ હેન્ડસમ લાગતો હતો. તો દીપિકા રેડ હોય સ્ટાઈલમાં નજરે પડી હતી. આ ફંક્શનમાં દીપિકા રણવીરે એશ્વર્યા અને અભિષેક બચ્ચન સાથે મળીને ખુબજ મસ્તી કરી હતી. એશ્વર્યા આ ફંક્શનમાં તેની પુત્રી આરાઘ્યા સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

ઈશા અંબાણીના 12 ડિસેમ્બરે મુંબઈમાં આનંદ પીરામલ સાથે ભવ્યાતિભવ્ય લગ્ન થવાના છે. આ પહેલા ઈશા અને આનંદની સંગીત સંધ્યા જેવી રસ્મો ઉદયપુરમાં થઈ હતી. ખુબજ શાહી ઠાઠમાઠવાળા આ સમારોહમાં બોલીવુડ ઉમટી પડ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન