Deepika Padukone and Ranveer Singh Konkani and Sindhi Wedding first official pictures
  • Home
  • Entertainment
  • Bollywood
  • જુઓ દુલ્હન દીપિકા અને દુલ્હા રણવીરની પહેલી તસવીરો

જુઓ દુલ્હન દીપિકા અને દુલ્હા રણવીરની પહેલી તસવીરો

 | 8:58 pm IST

બોલીવુડની સુપર સ્ટાર અભિનેત્રી અને અભિનેતા રણવીર સિંહના લગ્ન આખરે ઈટાલીના લેક કોમમાં સંપન્ન થઈ ગયા. બંને સ્ટાર કપલે સિંધી અને કોંકણી રીતિરીવાજથી સંપન્ન થયા અને બંને પતિ-પત્ની બની ગયા. આ લગ્ન એકદમ ગુપ્ત રાખવામાં આવ્યા હતાં. કોઈને બંનેના લગ્નની વિધિ કે દુલ્હા દુલ્હનના ફોટો મળ્યા ન હોતા. બંનેના ચાહકો આખરે આ માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યાં હતાં.

 

પરંતુ તેમની આ આતુરતાનો અંત આવ્યો છે. પરંપારિક રીતી-રિવાજથી લગ્ન સંપન્ન થયા બાદ કપલે પહેલીવાર સત્તાવાર રીતે ફોટો જાહેર કર્યા છે. દીપિકા અને રણવીરે ટ્વિટર એકાઉંટ પર બંનેના ફોટો જાહેર કર્યા હતાં. આ ફોટો જાહેર થયાની સેકંડમાં જ વાયરલ થયા હતાં.

દીપિકાના ઈન્ટાગ્રામ એકાઉંટ પર એક જ મીનિટમાં લગભગ 12 હજારથી વધારે લોકોએ આ ફોટો પસંદ કર્યા હતાં. તો લગભગ 500થી વધારે લોકોએ કોમેંટ કરી હતી.

ફોટોમાં બંને કોંકણી રીતિ-રિવાજ અનુંસાર લગ્નની પરંપરા નિભાવતા નજરે પડે છે. એકદમ દક્ષિણ ભારતીય દુલ્હનના રૂપમાં દીપિકા ખરેખર નિખરી ઉઠેલી નજરે પડે છે. તો સફેદ કલરના આઉટફીટમાં રણવીર સિંહ ખુબ જ હેંડસમ લાગી રહ્યો છે.

2 દિવસના પ્રાઈવટ વેટિંગમાં પસંદગીના 30 થી 40 મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રણવીર મોંઘીદાટ યોટમાં પહોંચ્યો હતો. જેની કિંમત 4 કરોડ રૂપિયા હતી. જ્યારે કોંકણી પરંપરા પ્રમાણે લગ્નની વિધિમાં રણવીરે પ્લેનથી એંટ્રી મારી હતી.