Deepika Padukone And Ranveer Singh Spot At Mumbai Airport
  • Home
  • Featured
  • Photos: લંડનથી પરત આવ્યા રણવીર-દીપિકા, જોવા મળ્યું દીપિકાનું સેકન્ડ વર્ઝન

Photos: લંડનથી પરત આવ્યા રણવીર-દીપિકા, જોવા મળ્યું દીપિકાનું સેકન્ડ વર્ઝન

 | 12:47 pm IST

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ થયા હતા. આ દરમિયાન રણવીર દીપિકાનો હાથ પકડીને ચાલતો જોવા મળ્યો. કપલ લંડનથી પરત ફર્યું છે. બંને લંડનમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં લગાવવામાં આવેલું દીપિકા પાદુકોણનું વેક્સ સ્ટેચ્યૂ જોવા ગયા હતા. બંનેની એરપૉર્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. દીપિકાએ આ દરમિયાન સ્ટ્રિપ્ડ હાઈનેક પહેરેલી છે. તો રણવીર સિંહ ડેનિમ જેકેટમાં જોવા મળી રહ્યો છે. બંને આ દરમિયાન ઘણા જ સ્માર્ટ લાગી રહ્યા છે. તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે.

દીપિકાનું વેક્સ સ્ટેચ્યૂ મેડમ તુસાદમાં ગુરૂવારનાં રોજ લગાવવામાં આવ્યું હતુ. આ દરમિયાન દીપિકા અને રણવીરનાં પેરેન્ટ્સ પણ ત્યાં હાજર હતા. રણવીર સિંહ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીપિકાનાં સ્ટેચ્યૂની ફૉટો શેર કરી છે. જણાવી દઇએ કે દીપિકા પહેલા મેડમ તુસાદ મ્યૂઝિયમમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય શાહરૂખ ખાન, સલમાન ખાન, ઋતિક રોશન, માધુરી દીક્ષિત અને પ્રિયંકા ચોપરા જેવા સ્ટાર્સનાં સ્ટેચ્યૂ લાગ્યા છે.

વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’માં જોવા મળશે. રણવીર સિંહ સાથે લગ્ન કર્યા બાજ તેની પહેલી ફિલ્મ છે. તો રણવીર સિંહ છેલ્લા ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બૉય’માં જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન