deepika padukone and ranveer singh attending a wedding function are viral
  • Home
  • Featured
  • PHOTOS: એક વાર ફરી છવાયો દીપિકા રણવીરનો જાદુ, જોનારા જોતાજ રહ્યાં આ જોડીને

PHOTOS: એક વાર ફરી છવાયો દીપિકા રણવીરનો જાદુ, જોનારા જોતાજ રહ્યાં આ જોડીને

 | 12:19 pm IST

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની કોઈ પણ તસવીરો જ્યારે જ્યારે સામે આવે છે તે દરેકને પોતાના દિવાના બનાવી દે છે. ખાસ કરીને આ કપલ જ્યારે જ્યારે સાથે હોય છે તેને જોવા તેના પ્રશંસકો જાણે કે ઉમટી પડતા હોય છે. સોશિયવ મીડિયા પર ફરી એકવાર તેમની તસવીરો સામે આવી છે. આ વખતે આ કપલ એક લગ્ન સમારોહમાં હાજર રહ્યુ હતુ.

પાર્ટી દરમિયાન રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ક્યારેક સાથે તો ક્યારેક અલગ અલગ જોવા મળ્યા હતા. બંનેની જોડી દર્શકોને ખુબજ પસંદ આવી રહી છે.

પદ્માવત, બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં તેમની જોડીએ કમાલ કર્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં આ કપલે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા. ઈટલીમાં લેક કોમામાં ખુબજ ધામધુમથી લગ્ન કર્યા હતા. લગ્ન પછી ત્રણ ગ્રાંડ રિસેપ્શન આપ્યા હતા. સમગ્ર બોલીવુડે આ કપલને વધામણી આપી હતી.

લગ્નબાદ રણવીર સિંહની ગલી બોય, સિમ્બા જેવી હિટ ફિલ્મો રહી હતી તો દીપિકા હાલ તેની આગામી ફિલ્મ છપાકના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલ રણવીર પોતાની આગામી ફિલ્મ 83માં વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન