Deepika Padukone at Cannes Film Festival 2019, Look Stunning
  • Home
  • Featured
  • ‘કાન્સ 2019’માં પહોંચી એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, દેખાયો ગજબનો ગ્લેમરસ અંદાજ

‘કાન્સ 2019’માં પહોંચી એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, દેખાયો ગજબનો ગ્લેમરસ અંદાજ

 | 11:28 am IST

ફ્રાન્સમાં આયોજિત ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’ના ત્રીજા દિવસે બોલિવૂડથી દીપિકા પાદુકોણે હાજરી આપી હતી. 72માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુરૂવારે સાંજે રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણનો જાદુ દેખાયો. 16મી મેની સાંજે જ્યારે દીપિકા રેડ કાર્પેટ પર પહોંચી તો બધાની નજર તેની ઉપર જ હતી. આ ઇવેન્ટ દરમિયાન દીપિકા પાદુકોણ બ્રાઉન અને ક્રીમ ગાઉનમાં ખૂબજ સુંદર અને ગ્લેમરસ નજરે આવી હતી.

દીપિકાના આ ક્રીમ કલરના ગાઉનમાં એક મોટુ ચોકલેટ બ્રાઉન કલરનું બો બનેલું હતું. જે તેના આ ડ્રેસને સ્પેશિયલ લુક આપી રહ્યું હતું. દીપિકાનો આ ડ્રેસ હાઇ સ્ટિટ અને ડીપ નેક છે. રેડ કારપેટ પર દીપિકાની દરમદાર એન્ટ્રીએ સૌથી આર્કષિત કર્યા હતા. દીપિકાના આ લુકની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જે તેના ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. દીપિકાના ડ્રેસ, હેરસ્ટાઇલ અને મેકઅપને જોઈ લાગી રહ્યું છે કે તેને આ માટે ઘણી તૈયારી કરી હશે. તમને જણાવી દઈએ કે દીપિકા સિવાય આ ફિલ્મ ફેસ્ટિવલમાં કંગના રનૌત, પ્રિયંકા ચોપડા, એશ્વર્યા રાય અને ટીવી એક્ટ્રેસ હિના ખાન પણ પહોંચી છે. એશ્વર્યા રાયને છોડી અન્ય બધી એક્ટ્રેસના લુક સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન