Deepika padukone bollywood actress name on Sushant connection
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત કેસમાં ડ્રગ્સ મામલે સૌથી મોટો ધમાકો, દીપિકા પાદુકોણનું નામ ફાઈનલ, થઈ શકે જેલભેલી!

સુશાંત કેસમાં ડ્રગ્સ મામલે સૌથી મોટો ધમાકો, દીપિકા પાદુકોણનું નામ ફાઈનલ, થઈ શકે જેલભેલી!

 | 10:40 pm IST

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એનસીબી તપાસ ચાલી રહી છે અને આ તપાસમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સના નામ બહાર આવી રહ્યા છે. શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાન બાદ હવે બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ આ તપાસમાં સામે આવ્યું છે. નામ સામે આવતા જ બોલિવૂડમાં ફફટાડ મચી ગયો છે.

બન્યું એવું કે એનસીબીની આ તપાસમાં જયા સાહાની મેનેજર કરિશ્મા સાથે દીપિકા પાદુકોણની વાતચીતની ચેટસ સામે આવી છે. જયા સાહા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર હતી, જેની એનસીબીએ આજે પૂછપરછ કરી હતી. જયાની વોટ્સએપ ચેટમાં શ્રદ્ધા કપૂરનું નામ પણ અગાઉ બહાર આવ્યું હતું, જે જયા પાસેથી સીબીડી ઓઈલ મંગાવતી જોવા મળી હતી.

બોલિવૂડ ડ્રગ્સના મામલાની તપાસ કરી રહેલા એનસીબીના વરિષ્ઠ અધિકારીએ એક ચેનલને જણાવ્યું છે કે તપાસ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ સામે આવ્યું છે. દીપિકા પાદુકોણની એક ચેટ પણ મળી છે જેમાં દીપિકા જયા શાહાની કંપની ક્વાનના મેનેજર કરિશ્મા સાથે વાત કરી રહી છે. આ કેસમાં કરિશ્માને એનસીબીએ સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવી છે.

એનસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર જયા શાહા અને કરિશ્મા વચ્ચે ડ્રગ્સને લઈને કેટલીક ચેટ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે ક્વાન કંપની સાથે દીપિકાના નામ સહિત બોલિવૂડના ઘણા મોટા કલાકારો અને અભિનેત્રીઓ સાથે કરાર છે. તો જોવાનું એ રહ્યું કે બોલિવૂડના કેટલા નામ હવે બહાર આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન