Deepika Padukone Cannes 2019 Red Carpet Video Goes Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • રેડ કારપેટ પર એન્ટ્રી પહેલા જુઓ દીપિકાની ખાસ તૈયારી, દેખાયો અનોખો અંદાજ

રેડ કારપેટ પર એન્ટ્રી પહેલા જુઓ દીપિકાની ખાસ તૈયારી, દેખાયો અનોખો અંદાજ

 | 3:28 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં વ્યસ્ત છે. આ ઈવેન્ટ દરમિયાન દીપિકાના એક પછી એક ઘણા લુક સામે આવ્યા છે. જેમાં તેઓ ખૂબજ સુંદર અને ગ્લેમરસ દેખાઈ રહી છે. દીપિકાના આ લુક્સની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ છે અને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં પણ આવી રહી છે.

દીપિકા શુક્રવારે કાન્સમાં વધુ એક અલગ લુકમાં રેડ કારપેટ પર નજરે આવી હતી. જેમાં તેને ગ્રીન કલરની ડ્રેસ પહેર્યો હતો અને સાટન રોજ પિંક હસબૈંડ સ્કાર્ફથી કમ્પલીટ કર્યો હતો. સ્મોકી આઈમેકઅપ, લિપસ્ટિક,મીડિલ પાર્ટેડ ટાઇટ બન અને બો દીપિકાની સુંદરતાને વધુ ગ્રો કરી રહ્યા હતા. આ લુક્સની તસવીરો દીપિકાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેઓ રેડ કારપેટ પહેલાની તૈયારી કરતા દેખાઈ રહી છે. આ વીડિયોમાં દીપિકા ખૂબજ સુંદર દેખાઈ રહી છે અને ટીમ સાથે મસ્તી કરતા પણ નજરે આવે છે. દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન