deepika padukone clean bowled ranveer singh with cricket bat
  • Home
  • Entertainment
  • Bollywood
  • દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહનેે બેટે ને બેટે ઝુડી નાખ્યો, જુઓ VIDEO

દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહનેે બેટે ને બેટે ઝુડી નાખ્યો, જુઓ VIDEO

 | 6:28 pm IST

પહેલા એવી વાતો કરવામાં આવતી હતી કે રણવીરની રિયલ લાઇફ પત્ની દીપિકા પાદુકોણ 83 ફિલ્મમાં તેની રીલ લાઇફ પત્ની પણ બનશે. પંરતુ હવે દીપિકાએ જ પોતે જાહેર કર્યું છે કે તે આ ફિલ્મનો હિસ્સો હશે. એક્ટિંગ સ્કીલ માટે જાણીતો હિરો રણવીર સિંહ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ’83’ને લઇને ચર્ચામાં છે. રણવીર હાલમાં તો લંડનમાં ફિલ્મનું શુટિંગ કરી રહ્યો છે.

રણવીરે ટ્વિટ કરીને જણાવ્યું કે દીપિકા 83ની ટીમમાં સામેલ થઇ ગઇ છે. અન્ય એક ટ્વિટમાં રણવીરે લખ્યું કે, મારી પત્ની સિવાય મારી પત્નીનો રોલ બીજુ કોણ સારી રીતે કરી શકે? દીપિકા 83માં રોમી દેવના રોલમાં જોવા મળવાની છે. બીજી એક ટ્વિટમાં રણવીરે એક તસવીર શેર કરી છે જેમાં દીપિકા અને કબીરખાન પણ સાથે બેઠેલાં છે.

રણવીરે 4 સેકેન્ડની એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી છે કે જે આપણે ઈન્સ્ટાગ્રામમાં અવાર નવાર જોવા મળતી હોય છે. આ ક્લિપમાં રણવીરના પાછળનાં ભાગે દીપિકા તેને બેટથી ફટકારતી જોવા મળી રહી છે. તો સાથે સાથે રણવીર પણ ઠેકડા મારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને જ્યારે શેર કર્યો ત્યારે રણવીરે લખ્યું કે, જુઓ મારા જીવનની કહાની, ફિલ્મમાં પણ અને રિયલમાં પણ!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન