Deepika Padukone Enjoying Cycling on the Street of New York
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: મેટ ગાલા 2019 ઇવેન્ટ બાદ ન્યૂ યોર્કના રસ્તાઓ પર દીપિકાએ કરી મસ્તી

Video: મેટ ગાલા 2019 ઇવેન્ટ બાદ ન્યૂ યોર્કના રસ્તાઓ પર દીપિકાએ કરી મસ્તી

 | 4:05 pm IST

દીપિકા પાદુકોણને હાલ બોલિવૂડની સૌથી સુંદર અને પ્રતિભાશાળી એક્ટ્રેસમાંથી એક માનવામાં આવે છે. તેની ફેન ફોલોવિંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ વધુ છે. તાજેતરમાં દીપિકા ન્યૂ યોર્કના મેટ ગાલા 2019 ઈવેન્ટમાં દેખાઈ હતી અને ત્યાં બાર્બી લુકના કારણે ઘણી ચર્ચામાં પણ રહી.

દીપિકાનો આ બાર્બી લુક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. ઉપરાંત ઇન્ટરનેટ પર દીપિકાના આ લુકના કેટલાક વીડિયો પર જોવા મળી રહ્યા છે. જોકે હવે દીપિકાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં દીપિકા ન્યૂ યોર્કના રસ્તાઓ પર સાઇકલ ચલાવતા દેખાઈ રહી છે. દીપિકા ન્યૂ યોર્કમાં ખૂબ એન્જોય કરી રહી છે. વીડિયોમાં બ્લેક આઉટફિટમાં દીપિકા ઘણી ખુશ અને મસ્તી કરતા નજરે આવી રહી છે. વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’માં દેખાશે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારીત છે. ફિલ્મમાં વિક્રાંત મેસી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન