Viral Video: Deepika Padukone forgets she is Ranveer Singh's wife
  • Home
  • Entertainment
  • Bollywood
  • લ્યો બોલો! 1 વર્ષમાં જ દીપિકા રણવીરને ભૂલી ગઈ! ગામે યાદ અપાવ્યું કે તારા લગ્ન થઈ ગયા

લ્યો બોલો! 1 વર્ષમાં જ દીપિકા રણવીરને ભૂલી ગઈ! ગામે યાદ અપાવ્યું કે તારા લગ્ન થઈ ગયા

 | 6:41 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. એક ઈવેન્ટ દરમિયાન દીપિકા કહે છે કે ‘હું એક દીકરી છું, એક બહેન છું, એક એક્ટર છું.’ એટલું કહીને અટકી જાય છે પછી શોની હોસ્ટ તેને કહે છે કે પત્ની પણ છો, ત્યારે તે કહે છે કે હા હું એક પત્ની પણ છું, એ તો ભૂલી જ ગઈ.

દીપિકા કહે છે અરે હા હું તો ભૂલી ગઈ અને હસી પડે છે. દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોને આ રસપ્રદ લાગી રહ્યો છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે દીપિકા લગ્નની વાત કેવી રીતે ભૂલી શકે છે? હવે આ ઈવેન્ટ દરમિયાન દીપિકા ભલે લગ્નની વાત ભૂલી ગઈ હોય, પણ સોશિયલ મીડિયા પર દીપિકા અને રણવીર બંને એકબીજાની રોમેન્ટિક તસવીરો પર કોમેંટ કરતાં જોવા મળે છે.

ફિલ્મ 83એ લગ્ન પછી બંન્નેની પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મમાં રણવીર સિંહ મહાન ક્રિકેટર કપિલ દેવના રોલમાં જોવા મળશે. ત્યારે દીપિકા પાદુકોણ તેની પત્નીનો રોલ કરતી જોવા મળશે.

આ વીડિયો પણ જુઓ: સુરતના ઓલપાડમાં ગ્રામજનોની જનતા રેડ, 23 કિલો ગાંજો ઝડપ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન