Gets something special from ranbir kapoor mother neetu
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઋષિ કપુરને મળવા પહોંચી રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ, નીતૂએ આપી કિંમતી ભેટ

ઋષિ કપુરને મળવા પહોંચી રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ, નીતૂએ આપી કિંમતી ભેટ

 | 10:10 am IST

કહેવાય છે કે સંબંધો નિભાવતા આવડવા જોઈએ, જે સમય જતો રહે તે ફરી ક્યારેય નથી આવતો પણ પોતાની યાદો આપણી સાથે છોડી જતો હોય છે. એક સમય એવો હતો જ્યારે દીપિકા પાદુકોણ કપૂર ફેમિલી સાથે દીલથી જોડાઈ ચુકી હતી. હાલતો તે રણવીર સિંહ સાથે લગ્ન કરી આગળ નીકળી ચુકી છે પણ આજે પણ ઋષિ કપૂર અને નીતુ સિંહ સાથે પહેલા જેટલું જ બોન્ડીંગ ધરાવે છે.

ન્યૂયોર્કમાં આયોજીત મેટ ગાલામાં શાનદાર એન્ટ્રી પછી જ્યારે દીપિકાને થોડો સમય મળ્યો તરતજ ઋષિ કપૂરને મળવા પહોંચી ગઇ હતી. દીપિકાને જોતા જ સ્વાભાવિક છે કે ઋષિ કપૂર અને નીતુ સિંહ ખુબજ ખુશ થયા હતા. આ ખાસ પળોની તસવીરો નીતૂ કપૂરે સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. આ ખુશીના પળને નીતૂ કપૂર અને રણબીરની બહેન રિદ્ધિમાએ ખાસ અંદાજમાં રજૂ કર્યા હતા.

વાત જાણે એમ છે કે દીપિકા અને રણબીરની બહેન રિદ્ધિમાએ એક બ્રેસલેટ ગિફ્ટ આપ્યુ છે. દીપિકાએ આ તસવીરો શેર કરી છે. કેપ્શનમાં લખ્યુ છે કે દુવાઓ અને પ્યાર સાથે એક નાનકડી ભેટ.

આ તસવીરોમાં દીપિકા ઋષિ કપૂર અને નીતુ સિંહ ખુશખુશાલ લાગી રહ્યા હતા. હાલ ઋષિ કપૂર ન્યુયોર્કમાં સારવાર લઈ રહ્યા છે. તેમની ખબર અંતર પુછવા બોલીવુડના કેટલાક સ્ટાર વારંવાર ન્યૂયોર્ક જાય છે. અનુપમ ખેર, કરિશ્મા કપૂર, રણધીર કપૂર, આમિર ખાનનો આમા સમાવેશ થાય છે. ઋષિ કપૂરની બીમારીને લઈને ફિલ્મમેકર રાહુલ રવૈલે ખુલાસો કર્યો હતો કે તેમને કેન્સર થયુ છે. જો કે હવે સારવાર બાદ તેઓ કેન્સર સામે લડાઈ જીતી ચુક્યા છે.

ગંભીર બીમારી સામે લડ્યા પછી ઋષિ કપૂરે પણ સ્વીકાર્યુ હતુ કે તેમને કેન્સર થયુ હતુ જેની સારવાર તેઓ ન્યુયોર્કમાં કરાવી રહ્યા છે. ઋષિ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં પોતાની આ લડાઈનો અનુભવ વર્ણવ્યો હતો.

ઋષિ કપૂરે ભાવુક થતાં કહ્યું હતુ કે યૂએસમાં મારા 8 મહીના સતત કેન્સર સામે લડાઈ ચાલી. મારી સારવાર 1 મેએ શરૂ થઈ હતી, મારા પર ભગવાનની કૃપા અને વડિલોના આશિર્વાદ હતા કે હું આ જંગ જીતી શક્યો. હવે હું કેન્સર ફ્રી છુ. જો કે મારે હજુ બોનમેરોને ટ્રાન્સપ્લાન્ટ કરાવવાના છે. જેમાં હજુ પણ ઓછામાં ઓછા 2 મહિનાનો સમય લાગશે. બીમારીથી છુટવુ એ ખુબજ મોટી વાત છે. પરિવાર અને મિત્રોએ ખુબજ સાથ આપ્યો છે. હું તમામનો આભાર માનું છુ.

ઋષિએ કહ્યુ કે નીતૂએ મારો ખુબજ સાથ આપ્યો. ખાવાપીવા જેવી વાતોમાં મને સહન કરવો ખુબજ મુશ્કેલ છે. મારા બાળકોએ પણ ખુબજ સાથ આપ્યો. મારામાં ધીરજ નહોતી મને ભગવાને પાઠ શીખવ્યો. જીવનને ફરીથી નવા નજરીયાથી જોવાનો મોકો મળ્યો. આજે મારો દૃષ્ટીકોણ જ બદલાઈ ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન