શ્રીદેવીના અંતિમ સંસ્કારમાં દીપિકાએ કર્યું કંઈક આવું, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્રીદેવીના અંતિમ સંસ્કારમાં દીપિકાએ કર્યું કંઈક આવું, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

શ્રીદેવીના અંતિમ સંસ્કારમાં દીપિકાએ કર્યું કંઈક આવું, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

 | 8:23 pm IST

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાની એક તસવીરને લઈને ટ્રોલ થઈ રહી છે. તસવીર તે સમયની છે જ્યારે દીપિકા પાદુકોણ શ્રીદેવીના અંતિમ સંસ્કારમાં શામેલ થવા માટે પહોંચી હતી. તે સમયે દીપિકા પાદુકોણએ પોતાની બેગ કોઈ બીજાને પકડાવી દીધી હતી. આ વાતને લઈને કેટલાંક લોકો સોશિયલ મીડિયા પર દીપિકાને ટ્રોલ કરી રહ્યા છે. શ્રીદેવીનાં અંતિમ સંસ્કારમાં શામેલ થવા માટે દીપિકા પાદુકોણ બોંગ્લોરથી મુંબઈ પહોંચી હતી.

પરંતુ તેમના હાથમાં બેગ નહતી અને કોઈ બીજાના હાથમાં જોઈને કેટલાંક લોકોએ કહ્યું હતું કે દીપિકાને બેગ પકડવા માટે પણ એક માણસ જોઈએ છે. આ તસવીરમાં દીપિકા પાદુકોણ સિમ્પલ લુકમાં જોવા મળી હતી અને તેને ચશ્મા લગાવ્યા હતા. તેની બાજુમાં ચાલી રહલી વ્યક્તિએ તેની હેન્ડ બેગ પોતાના હાથમાં પકડી હતી.

ફિલ્મફેર દ્વારા આ ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાંક યૂઝર કમેન્ટ કરી હતી કે, દીપિકા પાદુકોણ મંદબુધ્ધીની છે. તો કેટલાંક લોકોએ લખ્યું કે તે શો ઓફ કરી રહી છે.