પદ્માવતી: દીપિકાનો રોષ ભભૂકી ઉઠ્યો, કહ્યું- કોઇ રોકી નહીં શકે, સ્વામીએ કર્યા પ્રહાર - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • પદ્માવતી: દીપિકાનો રોષ ભભૂકી ઉઠ્યો, કહ્યું- કોઇ રોકી નહીં શકે, સ્વામીએ કર્યા પ્રહાર

પદ્માવતી: દીપિકાનો રોષ ભભૂકી ઉઠ્યો, કહ્યું- કોઇ રોકી નહીં શકે, સ્વામીએ કર્યા પ્રહાર

 | 3:49 pm IST

ફિલ્મ ‘પદ્માવતી’ની રીલીઝને લઇ છંછેડાયેલા વિવાદની વચ્ચે મુવીની લીડ એક્ટ્રેસિસ દીપિકા પાદુકોણે કહ્યું કે કોઇ પણ વસ્તુ આ ફિલ્મના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી શકે તેમ નથી.

દીપિકાએ પ્રશ્ન પણ કર્યો કે, ‘આપણે એક રાષ્ટ્રના રૂપમાં કયાં પહોંચી ગયા છીએ? આ ડરામણું છે, આ ખૂબ જ ડરામણું છે, આપણે આગળ વધવાની જગ્યાએ પાછળ જઇ રહ્યા છીએ. અમારી જો કોઇ જવાબદારી હોય તો તે માત્ર સેન્સર બોર્ડની છે અને હું જાણું છું અને મને પૂરો વિશ્વાસ છે કે આ ફિલ્મને રિલીઝ કરતાં કોઇ રોકી શકશે નહીં. આ માત્ર પદ્માવતીથી સંબંધિત નથી, પરંતુ અમે એક ખૂબ મોટી લડાઈ લડી રહ્યાં છીએ.’

બીજીબાજુ ભાજપા નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્માવીએ દીપિકાને ડચ નાગરિકનો હવાલો આપતા તેના પર નિશાન સાંધ્યું છે. તેમણે દીપિકા પર પ્રહાર કરતાં કહ્યું કે આખરે દીપિકા પાદુકોણ કેવી રીતે આપણી નિંદા કરી શકે છે, જ્યારે તે ભારતીય પણ નથી. સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું, ‘અભિનેત્રી દીપિકા પાદુકોણ રિગ્રેસન પર લેક્ચર આપી રહી છે! આ દેશ ત્યારે જ વિકાસ કરી શકે છે, જ્યારે તેના પરિપ્રેક્ષ્યમાં રિગ્રેસન હોય.’

પદ્માવતીના વિરોધને લઇ દીપિકાએ કહ્યું કે, ‘આ ડરામણું અને નિસંદેહ ખૂબ જ ભયભીત કરનાર છે. આપણે પોતાને કેવા બનાવી લીધા છે? એક રાષ્ટ્રના રૂપમાં આપણે કયાં પહોંચી ગયા છીએ?’ પદ્માવતી સંજય લીલા ભણસાલીની એવી ત્રીજી ફિલ્મ છે, જેમાં દીપિકા પાદુકોણ એ તેના ડાયરેક્શનમાં કામ કર્યું છે. આની પહેલાં દીપિકાએ તેની સાથે ગોળીઓની રાસલીલા, રામલીલા અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર બનેલી બાજીરાવ મસ્તાનીમાં તેની સાથે કામ કર્યું છે.

દીપિકાએ પોતાના પાત્રને લઇ કહ્યું કે તેઓ સ્વતંત્ર વ્યક્તિત્વ હતા અને ખૂબ જ મજબૂત પાત્ર હતું. શાહિદ કપૂર અને રણવીર સિંહ જેવા બે અભિનેતાઓની હાજરી બાદ પણ લીડ ભૂમિકા કરી રહેલ દીપિકા પાદુકોણે કહ્યું કે કોઇ અભિનેત્રીની કેરિયરમાં આવી તક બહુ ઓછી આવે છે.

દીપિકાએ કહ્યું કે એક મહિલાના રૂપમાં આ ફિલ્મનો હિસ્સો બના મને ખૂબ જ ગર્વ મહેસૂસ કરી રહી છું. આ એક એવી વાર્તા છે જેને ચોક્કસ બતાવી જોઇએ.