Deepika Padukone Is Admin Of Bollywood Drug WhatsApp Group
  • Home
  • Entertainment
  • Bollywood
  • માલ હૈ ક્યા?: જે વ્હોટ્સએપ ગ્રુપમાં થતી હતી ડ્રગ્સની વાતો તેની એડમિન છે દીપિકા પાદુકોણ

માલ હૈ ક્યા?: જે વ્હોટ્સએપ ગ્રુપમાં થતી હતી ડ્રગ્સની વાતો તેની એડમિન છે દીપિકા પાદુકોણ

 | 5:23 pm IST

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ બોલીવુડના અનેક મોટા સ્ટાર્સ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની રડાર પર આવી ગયા છે. રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ એનસીબી ટીમ આજે રકુલપ્રીત સિંહની પૂછપરછ કરી રહી છે. તો આ મામલે હવે એનસીબીને મોટી જાણકારી હાથ લાગી છે. એનસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે વ્હોટ્સએપ ગ્રુપમાં ડ્રગ્સને લઇને વાતચીત થતી હતી એ ગ્રુપની એડમિન દીપિકા પાદુકોણ હતી.

આ ગ્રુપ વર્ષ 2017માં બનાવવામાં આવ્યું હતુ

એનસીબીના સૂત્રોથી મળેલી જાણકારી પ્રમાણે આ ગ્રુપ વર્ષ 2017માં બનાવવામાં આવ્યું હતુ અને આ ગ્રુપમાં દીપિકા, જયા સાહા અને કરિશ્મા પ્રકાશ સામેલ હતી. આ ગ્રુપ દ્વારા જ દીપિકા અને કરિશ્મા ડ્રગ્સને લઇને વાત કરી રહી હતી. તો બીજી તરફ સમાચાર મળ્યા છે કે રકુલપ્રીત સિંહે એનસીબી સામે કબૂલ્યું છે કે તેણે 2018માં રિયાની સાથે ડ્રગ્સ ચેટ કરી હતી. તેણે માન્યું કે રિયા ચક્રવર્તી સાથે તેની ડ્રગ્સ ચેટ થઈ હતી.

રકુલપ્રીતે રિયા પર ફોડ્યું ઠીકરું

રકુલપ્રીતે એનસીબીને જણાવ્યું કે રિયા ચેટમાં પોતાનો સામાન મંગાવી રહી હતી. રકુલપ્રીતે જણાવ્યું કે રિયાનો સામાન (ડ્રગ્સ) મારા ઘરે હતુ. અત્યારે રકુલપ્રીતે ડ્રગ્સ લેવાની વાતનો ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ એનસીબીની ટીમે એક તરફ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. તો ટીવી એક્ટર સનમ જૌહર અને એબિગેલ પાંડેની વિરુદ્ધ એનડીપીએસની કલમ 20 અંતર્ગત કેસ નોંધાયો છે.

આ વિડીયો પણ જુઓ: પાટણના સરસ્વતીમાં ખેડૂતોનો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન