deepika launch sridevi biography book with husband boney kapoor
  • Home
  • Entertainment
  • Bollywood
  • સ્ટેજ પર સન્નાટો ફેલાયો, દીપિકા શ્રીદેવી વિશે એવું બોલી કે બોની કપૂરના દડ દડ આંસુ વહી ગયા!

સ્ટેજ પર સન્નાટો ફેલાયો, દીપિકા શ્રીદેવી વિશે એવું બોલી કે બોની કપૂરના દડ દડ આંસુ વહી ગયા!

 | 4:09 pm IST

રવિવારે બોની કપૂરે શ્રીદેવી પર લખવામાં આવેલી બૂક ‘શ્રીદેવી: ધ એટરનલ સ્ક્રીન ગોડેસ’ લોન્ચ કરી. આ અવસર પર દીપિકા પાદુકોણ અને નિર્દેશક ગૌરી શિંદે હાજર રહ્યા હતા. એવામાં બોની કપૂર ઈમોશનલ થઈ ગયા હતા અને આંખમાં આંસુ આવી ગયા હતા. દીપિકાએ શ્રીદેવી વિશે બે શબ્દો બોલતા જ બોની કપૂર પોતાને રોકી શક્યા નહોતા.

દિલ્હીમાં થયેલી આ ઈવેન્ટમાં બૂકને રીલિઝ કરવામાં આવી. બૂકના લેખક સત્યાર્થ નાયક છે. આ બૂકના લોન્ચિંગમા બોલતી વખતે દીપિકાએ કહ્યું કે, આ સાંજ મારા માટે ખાટી મીઠ્ઠી છે. આપણે શ્રીદેવીને યાદ કરીએ છીએ. પરંતુ હું મને ખુદને ભાગ્યશાળી સમજુ છું કે પરિવારે મને આ કામ માટે પસંદ કરી.

દીપિકાએ આગળ વાત કરી કે, જ્યારે બોનીજીએ મને આ લોન્ચ માટે વાત કરી ત્યારે મે એટલા માટે હા નથી પાડી કે શ્રીદેવીની બૂક છે. પરંતુ મે એટલે હા પાડી કારણ કે આ વાત એ માણસ વિશે છે કે જેને હું પર્સનલી પસંદદ કરૂ છું અને માનું છું. મારા કરિયરની શરૂઆતમાં જ બોનીજી અને શ્રીદેવી મેમ પહેલા એવા માણસ હતા કે જે મારા ચેમ્પિયન રહ્યા છે. 2007માં જ્યારે પણ મારી કોઈ ફિલ્મ રીલિઝ થાય ત્યારે આ લોકો રાહ જોયા વગર મને મેસેજ કરતા કે જે આજે પણ મારી પાસે છે.

દીપિકાએ આગળ કહ્યું કે, જ્યારે શ્રીદેવી અને બોની મારા કોઈ પરફોર્મન્સના વખાણ કરતાં તો હું સમજી જતી કે આ મારા માટે એક એવોર્ડ સમાન છે. અમારા સંબંધો એટલા મજબુત હતા કે અમે ઘરની વાતો પણ શેર કરી શકતા હતા. છેલ્લે દીપિકા બોની કપૂર તરફ જોઈને બોલી કે આ તક આપવા માટે તમારો ખુબ ખુબ આભાર. આ સાંભળીને જ બોની કપૂર ઈમોશનલ થઈ ગયા અને રડવા લાગ્યા. કે જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ વીડિયો પણ જુઓ: પાટણની HNG યુનિવર્સિટીમાં તપાસનો ધમધમાટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન