દીપિકા રણવીર માટે ન રોકી શકી પોતાની ફિલીંગ્સ, પછી થયો પસ્તાવો! - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.0800 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • દીપિકા રણવીર માટે ન રોકી શકી પોતાની ફિલીંગ્સ, પછી થયો પસ્તાવો!

દીપિકા રણવીર માટે ન રોકી શકી પોતાની ફિલીંગ્સ, પછી થયો પસ્તાવો!

 | 3:15 pm IST

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી દરેકને પોતાના દીવાના બનાવી દે છે. ઘણીવાર આ બંન્ને સોશિયલ પ્લેટફોર્મ પર એક-બીજા માટે કંઇક એવુ બોલી જાય છે કે, તેમના રિલેશનમાં હોવાના પુરાવા મળી જાય છે. આવું જ કંઇક હાલમાં જ દીપિકાની એક પોસ્ટમા નજર આવ્યુ છે.

હાલમાં જ Hello! Hall Of Fame એવોર્ડસમાં અભિનેતા રણવીર સિંહને એન્ટરટેનર ઓફ ધ યર (મેલ)નું ટાઇટલ આપવામાં આવ્યું. જેની તસવીર એક્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. ટ્રોફી હાથમાં લઇ એક્ટરની આ તસવીર જોઇ દીપિકા પોતે કોમેન્ટ કરવાથી રહી શકી નહી. તેને કોમેન્ટમાં Mine સાથે લવનું ઇમોજી પોસ્ટ કર્યું. થોડાક જ સમયમાં એક્ટ્રેસનું આ ટ્વીટ એકદમથી ચર્ચમાં આવી ગયુ, જેની કેટલીક ક્ષણો બાદ અભિનેત્રીએ પોતાનું આ ટ્વીટ ડીલિટ કરી નાંખ્યું હતું. પરંતું કહેવાય છે ને કે એકવાર કમાનમાંથી નિકળેલું ટ્વીટ પરત નથી આવતું. તેવી જ રીતે દીપિકાનાં ટ્વીટ ડીલીટ કરતા પહેલા તેની પ્રમભરી કોમેન્ચ ચર્ચામાં આવી ગઇ હતી.

Entertainer of the Year! 🏆#hellohalloffame awards

A post shared by Ranveer Singh (@ranveersingh) on

Hello! Hall Of Fame એવોર્ડસ 2018માં રણવીર સિવાય દીપિકા પાદુકોણને પણ એન્ટરટેનર ઓફ ધ યર એવોર્ડ (ફિમેલ)થી સન્માનિત કરવામા આવી હતી. અહિંયા દીપિકા ડિઝાઇનર ફાલ્ગુની અને પીકૉકનો વ્હાઇટ ફ્લોર લેન્થ ગાઉન પહેરીને આવી હતી. તમને જણાવી દઇએ કે, રણવીર અને દીપિકાની જોડીને ઓનસ્ક્રિન ખુબ જ પસંદ કરવામા આવે છે. હાલમાં જ તેમની ફિલ્મ પદ્માવત રિલીઝ થઇ છે. જેને બોક્સ ઓફિસ પર કમાલનું પ્રદર્શન કર્યુ હતું. અવારનવાર તેમના લગ્ન અને સગાઇની ખબરો સામે આવતી રહે છે. જોકે તેમણે આ ખબરોને માત્ર અફવાહ ગણાવી છે.