deepika padukone makes funny faces while doing exercise in gym
  • Home
  • Featured
  • ફૂલથી નાજુક દીપિકાએ હસતા હસતા કરી નાખ્યુ એવુ કામ, ભલભલાનો છુટ્યો પરસેવો, Video

ફૂલથી નાજુક દીપિકાએ હસતા હસતા કરી નાખ્યુ એવુ કામ, ભલભલાનો છુટ્યો પરસેવો, Video

 | 11:42 am IST

બોલિવૂડ એકટ્રેસ દીપિકા પાદૂકોણનો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ રહે છે. પ્રશંસકોને તેની તસવીરો ખુબજ ગમે છે. ફુરસદના સમયે દીપિકા વીડિયો પણ શેર કરતી રહે છે. દર્શકોનું ભરપુર મનોરંજન કરતી રહે છે. હાલમાં બોલિવૂડની મસ્તાનીનો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ખુબજ મુશ્કેલ એક્સરસાઇઝને ખુબ સરળતાથી કરી નાંખે છે.

દીપિકા તેની ફીટનેસને લઇને ખુબજ સજાગ છે. જો કે હાલમાં જીમ બંધ હોવાથી એકટ્રેસ ઘરે જ એક્સરસાઇઝ કરી લે છે. હાલ આ જુનો વીડિયો શેર કરી દીપિકાએ જણાવ્યુ કે એ દિવસોને કેટલી મીસ કરી રહી છે. આ વીડિયોને અઢી લાખથી વધારે વખત જોવાઇ ગયો છે. દર્શકો આ વીડિયો જોઇને દીપિકાની ભરપેટ પ્રશંસા કરે છે.

દીપિકાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચાઇ રહ્યો છે. દીપિકા તેની આગામી ફિલ્મ 83ને લઇને પણ ચર્ચામાં છે જેમાં તે રણવીર સાથે મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મમાં તાહિર ભસીન, સાહિલ ખટ્ટર, એમિ વિર્ક, હાર્ડી સંધૂ, સાકીબ સલીમ અને કેટલાક દિગ્ગજ કલાકારો કામ કરવાના છે. ફિલ્મને લઈને દર્શકો અત્યારથી ખુબજ આતુર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન