Let me tell you that Tiwik Khanna did not even change his Surname
  • Home
  • Entertainment
  • Bollywood
  • લગ્નબાદ પોતાની સરનેમ નહી બદલે દીપિકા પાદુકોણ, કારણ છે જોરદાર

લગ્નબાદ પોતાની સરનેમ નહી બદલે દીપિકા પાદુકોણ, કારણ છે જોરદાર

 | 12:23 pm IST

એ સમયે કરોડો પ્રશંસકોના દિલ તૂટ્યા હતા જ્યારે સમાચાર મળ્યા હતા કે પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્નના બંધનમાં બંધાઈ રહી છે દીપિકા. રણવીર અને દીપિકા 5 વર્ષથી એકબીજાની સાથે રિલેશનમાં હતા. નવેમ્બર 2018માં તેઓએ લગ્ન કરી લીધા હતા અને હંમેશા માટે એકબીજાના થઈ ગયા હતા. રણવીર દીપિકા લગ્નમાટે હામી ભરે તેની રાહ જોઈ રહ્યો હતો. જેવી દીપિકા તરફથી હા સાંભળવા મળી કોઈની પણ રાહ જોયા વીની રણવીરે દીપિકા સાથે ખુબજ ધામધુમથી લગ્ન કરી લીધા.

સામાન્ય રીતે કોઈ પણ યુવતી લગ્ન કરે તો આપણી ભારતીય પરંપરા છે કે તે તેના પતિની સરનેમ ધારણ કરે છે આવુ એટલે પણ કરે છે કેમકે આવું કરવાથી તે તેની દરેક સંપત્તિની હકદાર બને છે. સાથે સાથે એવો પણ ટ્રેન્ડ છે કે જો મહિલા ઈચ્છે તો તે પોતાની બે સરનેમ રાખી શકે છે.

હવે રણવીર સાથે લગ્ન કરી દીપિકાને જ્યારે પુછવામાં આવ્યુ કે તે પોતાની સરનેમ બદલશે કે કેમ? ત્યારે દીપિકાએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે રણવીર ખુબજ સમજદાર છે અને તે તની વાતને સમજી શકે છે. નામ કે સરનેમ બદલવા પાછળ એવુ લાગે જાણેકે તેના અસ્તિત્વને બદલી નાખવું આવુ તે ક્યારેય નહી કરે.

જો કે લગ્ન પછી રણવીર અને દીપિકા તેમની સફળતાનું રહસ્ય જણાવી રહ્યા છે. દીપિકા હંમેશા કહે છે કે તે લોકોએ આ સફળતા મેળવવા ખુબજ મહેનત કરી છે. રણવીર તેના કામને લઈને ખુબજ ગંભીર છે. તેની દરેક ફિલ્મમાં તે પોતાના પાત્ર સાથે એવો જોડાઈ જાય છે કે દર્શકોને લાગે કે જાણે તે કોઈ ખરા કેરેક્ટરને મળી રહ્યા છે. આ માટે તે ખુબજ મહેનત કરે છે. આ બંને દંપતિ ખુબજ મહેનત કરી રહ્યા છે. સફળતા મેળવવા ખુબજ મહેનત જરૂરી છે.

રણવીરે કહ્યુ કે કોઈ પણ સંબંધને નિભાવવા માટે ખાસ એક પતિ તરીકે હવે તેની ભૂમિકા બદલાઈ જશે. આ પહેલા તે દીપિકાનો એક ખુબજ સારો મિત્ર હવે તેને એક નવા નામ સાથે સ્વીકારવામાં આવી રહી છે.

લગ્ન પહેલા દીપિકાએ રાખી હતી આ શરત

રણવીરે જણાવ્યુ કે દીપિકા ખુબજ સમજદાર અને પોતાની દરેક વાત મનાવવામાં ખુબજ હોશિયાર છે તે તેની સાચી મિત્ર પણ છે આથી તેણે કેટલીક શરતો રાખી હતી જેમકે મોડી રાત સુધી તે ઘરની બહાર નહી રહે. ખાધા-પિધાવીના ઘરની બહાર ન જાય અને દીપિકાનો કોલ આવે તો તેને મીસ નહી કરે પછી ભલે તે ગમે તેટલો કામમાં કેમ ન હોય. આ બધી શરતોને લઈને દીપિકા ખુબજ ગંભીર છે અને તેની દરેક શરતો પુરી થાય તેવી અપેક્ષા રાખે છે.

આપને જણાવી દઈએ કે ટ્વીકલ ખન્નાએ પણ પોતાની સરનેમ બદલી ન હતી. તેનું કહેવુ હતુ કે તે કોઈ કંપનીએ ખરીદેલ બીજી નાની કંપની હોય તેવુ લાગે જ્યારે કોઈ કહે કે તે તેની સરનેમ બદલી નાખે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન