deepika-padukone-on-her-sasural
  • Home
  • Entertainment
  • Bollywood
  • કેવું છે દીપિકા પાદુકોણનું સાસરિયાનું ઘર, દીપિકાએ રહસ્ય પરથી પડદો ઉંચક્યો

કેવું છે દીપિકા પાદુકોણનું સાસરિયાનું ઘર, દીપિકાએ રહસ્ય પરથી પડદો ઉંચક્યો

 | 4:25 pm IST

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને હવે દોઢ મહિનાથી વધારેનો સમય વીતી ગયો છે અને લગ્ન પછી બન્ને સ્ટાર્સ દરેક જગ્યાએ એક-બીજાની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી.

એવામાં દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કેવી રીતે રણવીર સિંહ અને મારી પ્રેમ કહાનીની શરૂઆત થઇ હતી. તેના સિવાય દીપિકાએ એ પણ રહસ્ય ખોલ્યું કે રણવીર સિંહના માતા-પિતા સાથે તેનો કેવો વ્યવહાર છે. દીપિકાએ જણાવ્યું કે, રણવીરની માતા મારી સાથે બિલકુલ એક મિત્રની જેમ સંબંધ નિભાવે છે અને પોતાના તમામ સીક્રેટ મારી સાથે શેયર કરે છે.

જ્યારે રણવીરના પિતા વિશે દીપિકાએ જણાવ્યું કે, તે એક ખુબ જ ભાવુક ઇન્સાન છે અને તે દીપિકાની સાથે એક પુત્રીની જેમ વ્યવહાર કરે છે. દીપિકાએ એવું પણ જણાવ્યું કે, મારી રણવીરના માતા સાથે એટલી સારી બોંડિંગ છે કે બન્નેની વચ્ચે તમામ વાતચીત થાય છે અને તે તમામ રહસ્યો શેર કરે છે. જ્યારે બીજી બાજુ દીપિકાએ કહ્યું કે, હું રણવીરના પિતાની ભાવનાની કદર કરું છું

રણવીર સિંહે પણ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, હું ઇચ્છું છું કે જે રીતે તેમણે પોતાના માતા-પિતાને પ્રાઉડ હોવાનો મોકો આપ્યો છે. બસ તે પ્રમાણે પોતાના સાસુ-સસરાને પણ તે રીતે ગર્વ મહેસૂસ થવાનો મોકો આપવા માંગે છે.

દીપિકાની જેમ રણવીર પણ દીપિકાના પરિવારનો ખુબ જ ખ્યાલ રાખે છે અને પોતાની સાળી અનીશા માટે તે ફેવરેટ જીજૂમાંથી એક છે. તમને જણાવી દઇએ કે, દીપિકા અને રણવીર હાલ દીપિકાના જન્મદિવસના સેલિબ્રેશન માટે વિદેશ ગયેલા છે. ત્યાંથી પાછા ફરીને દીપિકા ‘છપાક’ ફિલ્મના નિર્માણમાં જોડાશે, જ્યારે રણવીર ફિલ્મ 83ની તૈયારીમાં લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.