Deepika Padukone Wedding Pictures
  • Home
  • Featured
  • Photos: દીપિકા-રણવીરનાં લગ્નનાં ફૉટો આવ્યા સામે, આ રીતે ‘બાજીરાવ’ની બની ‘મસ્તાની’

Photos: દીપિકા-રણવીરનાં લગ્નનાં ફૉટો આવ્યા સામે, આ રીતે ‘બાજીરાવ’ની બની ‘મસ્તાની’

 | 5:31 pm IST

દીપિકા અને રણવીરનાં લગ્નની તસવીરો જોવા માટે ફેન્સ પાગલ થઈ રહ્યા છે, ત્યારે હવે આ ઇંતઝાર પૂરો કરતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પોતાના લગ્ન અને મહેંદીની તસવીરો શેર કરી છે. લગ્નની તસવીરોમાં દીપિકા અને રણવીરની જોડી ઘણી જ સુંદર  લાગી રહી છે. તસવીરો પરથી જ જોઇ શકાય છે કે રણવીર અને દીપિકા એકબીજાનાં થઇને કેટલા ખુશ છે. મહેંદી સેરેમનીની તસવીરો પરથી પણ રણવીર અને દીપિકાની જોડી કેટલી ખાસ છે તે જોઇ શકાય છે.

કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં દીપિકાની મહેંદી અને સંગીત સેરેમનીની ઝલક જોવા મળી રહી છે. આમાં એક તસવીર ફેમિલી સાથે છે જેમાં દીપિકા પોતાની મા, બહેન, સાસુ અને નણંદ સાથે જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે દીપિકા અને રણવીર સિંહે 14-15 નવેમ્બરનાં રોજ લગ્ન કર્યા હતા.

14 તારીખે કોંકણી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન પહેલા 13 તારીખે સગાઈ અને સંગીત સેરેમની રાખવામાં આવી હતી. હવે બંને સ્ટાર્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આની તસવીરો શેર કરી છે. રણવીર સિંહે જે તસવીરો શેર કરી છે તેમાં દીપિકા લાલ કપડામાં જોવા મળી રહી છે. આ ફૉટોમાં દીપિકાનો શાહી લૂક જોતા આંખો તેના પર જ અટકી જશે.