Cannesમાં આ ગાઉનને કારણે મુસીબતમાં મૂકાઈ દીપિકા - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Cannesમાં આ ગાઉનને કારણે મુસીબતમાં મૂકાઈ દીપિકા

Cannesમાં આ ગાઉનને કારણે મુસીબતમાં મૂકાઈ દીપિકા

 | 3:19 pm IST

ફિલ્મી જગતની સૌથી મોટી ઈવેન્ટ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ ઈવેન્ટ જબરદસ્ત ચર્ચામાં છે, કારણ કે તેમા બોલિવુડની પણ એક્ટ્રેસિસ સામેલ થઈ છે. તેમાં બોલિવુડની અભિનેત્રીઓ પોતાનો જલવો બતાવી રહી છે. આ વખતે દીપિકા પાદુકોણના નામની ચર્ચા દુનિયાભરના મીડિયામાં થઈ રહી છે. કાન્સના બંને દિવસે પોતાની સ્ટાઈલિશ ડ્રેસથી દીપિકા છવાયેલી રહી. પહેલા દિવસે ક્રીમ-વ્હાઈટ કલરનું ગાઉન અને બીજા દિવસે પિંક કલરનું ગાઉન. બધાની નજર દીપિકા પર રહી.

પરંતુ આ તમામમાં દીપિકાની એક બીજી વાતની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. કાન્સમાં બીજા દિવસે દીપિકાનો પિંક ગાઉન સિવાય બીજો એક લૂક સામે આવ્યો હતો. જેમાં તેણે સેક્સી સિલ્વર ગાઉન પહેર્યું છે. પરંતુ આ ગાઉનને પગલે દીપિકા મુસીબતમાં મૂકાઈ છે. કહેવાય છે કે, દીપિકાએ તેનો આખો લૂક કોપી કર્યો છે. આ પહેલા આ ગાઉનમાં હોલિવુડ સ્ટાર રિહાના નજર આવી ચૂકી છે. વર્લ્ડ લેવલ પર થતી આટલી મોટી ઈવેન્ટમાં ડ્રેસની કોપી કર્યા બાદ હવે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ દીપિકાએ બોલિવુડની અનેક સ્ટાર્સના ડ્રેસ રીપિટ કર્યાં છે. જોઈ લો આ છે પુરાવો.