deepika padukone said this on playing ranveer singhs wife in 83 kapil dev
  • Home
  • Entertainment
  • Bollywood
  • 83 ફિલ્મમાં દીપિકા જ હશે રણવીરની પત્ની, જો બીજો હીરો કપિલ દેવ બને તો….

83 ફિલ્મમાં દીપિકા જ હશે રણવીરની પત્ની, જો બીજો હીરો કપિલ દેવ બને તો….

 | 2:08 pm IST

ઘણા સમયથી એક ખબર સામે આવી રહી હતી કે ડાયરેક્ટર કબીર સિંહની ફિલ્મમાં દીપિકા પાદુકોણ કામ કરી શકે છે. એક વાત એવી પણ હતી કે દીપિકા આ ફિલ્મમાં રણવીર સિંહની પત્ની તરીકે રોલ નિભાવવાની છે. હવે અફવાઓ ફગાવી દીપિકાએ જાહેરાત કરી કે તે 83 ફિલ્મનો હિસ્સો છે.

એક ખ્યાતનામ અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં દીપિકાએ ખુલાસો કર્યો કે તે ફિલ્મ 83માં કપિલ દેવની પત્ની તરીકેનાં રોલમાં જોવા મળશે. તેમણે આગળ કહ્યું કે જો રણવીર સિવાય કોઈ બીજો હિરો કપિલ દેવનો રોલ ભજવતો હોત તો પણ હું કપિલની પત્ની તરીકે રોલ કરતી જ.

દીપિકા કહે છે કે, મને નથી લાગતું કે કોઈ બીજો કપિલ દેવનાં કિરદારને ન્યાય આપી શકે. પરંતુ જો કોઈ હિરો આ ફિલ્મમાં કપિલ દેવનો રોલ કરે તો પણ હું તો મારો રોલ નિભાવત જ.

દિપીકા અને રણવીરનાં લગ્ન પછી આ પહેલી ફિલ્મમાં બંન્ને સાથે જોવા મળશે. દીપિકા કહે છે કે જ્યારે તમે ફિલ્મમાં હોવ ત્યારે તમારે યાદ રાખવું પડે કે તમે એક રોલ નિભાવી રહ્યાં છો. જ્યારે તમે ફિલ્મ બિઝનેસમાં હોવ ત્યારે તમારે એ ન વિચારવું જોઈએ કે તમારો કો-સ્ટાર તમારો પતિ છે. બસ ત્યારે તમારે બેસ્ટ પરફોર્મન્સ કઈ રીતે આપી શકો એ વિચારવાનું હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન