Deepika Padukone flashes her captivating smile after a salon session
  • Home
  • Featured
  • Photos: રણવીરના રંગે રંગાઈ દીપિકા, ગાડી પર ચડીને આપ્યા પોઝ

Photos: રણવીરના રંગે રંગાઈ દીપિકા, ગાડી પર ચડીને આપ્યા પોઝ

 | 3:36 pm IST

એકટ્રેસ દીપિકા પાદુકોણને મુંબઈના સલૂનની બહાર સ્પોટ કરવામાં આવી છે. આ દરમિયાન દીપિકા ખુબજ ફની મુડમાં નજર આવી હતી. દીપિકા ગાડી પર ચડીને બિન્દાસ પોઝ આપી રહી છે. તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

દીપિકાના આ ફોટાઓને જોઈને લાગી રહ્યુ છે કે તેના પર રણવીર સિંહની પુરે પુરી અસર થઈ છે. રણવીર સિંહના રંગે રંગાયેલી દીપિકાને તમે પહેલા ક્યારેય આ રીતે નહી જોય હોય. આ દરમિયાન બ્લેક કલરના આઉટ ફિટમાં જોવા મળી હતી. તસવીરોમાં તે ખીલખીલાહટ કરતી જોવા મળી રહી છે.

આપને જણાવી દઈએ કે દીપિકાના પતિ રણવીર સિંહ ખુબજ કુલ અને બિન્દાસ છે. તેમનો અતરંગી ડ્રેસ ફની મિજાજ લોકોને ખુબજ પસંદ આવે છે.

રણવીર સાથે દિપીકાએ નવેમ્બર 2018માં પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ લગ્ન ખુબજ ચર્ચામાં રહ્યા હતા. કપલની બોન્ડીંગ ખુબજ જબરદસ્ત છે. એક બીજા સાથે હોય ત્યારે આ કપલ એકદમ અલગ જ લાગે છે.

દીપિકા ફિલ્મ છપાકમાં નજર આવશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચુક્યુ છે. મેઘના ગુલઝારે આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં વિક્રાંત મૈસી દીપિકાની ઓપોઝીટ કામ કરશે. લગ્ન પછી દીપિકાની આ પહેલી ફિલ્મ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન