Deepika Padukone Second Time on Red Carpet in Green Dress
  • Home
  • Featured
  • Cannes 2019: બીજી વાર રેડ કારપેટ પર દેખાઈ દીપિકા પાદુકોણ, ‘ડ્રામેટિક’ લુકથી થઈ ટ્રોલ

Cannes 2019: બીજી વાર રેડ કારપેટ પર દેખાઈ દીપિકા પાદુકોણ, ‘ડ્રામેટિક’ લુકથી થઈ ટ્રોલ

 | 1:35 pm IST

બોલિવૂડની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સતત બે દિવસથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં તેની સુંદરતા અને અદભૂત લુકથી લોકોને હેરાન કરી રહી છે. આ ઈવેન્ટ દરમિયાન દીપિકાએ કેટલાક લુક્સમાં ફોટોશૂટ કરવ્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ છે. જ્યારે શુક્રવારે દીપિકા પાદુકોણ બીજી વાર રેડ કારપેટ પર જોવા મળી.

આ વખતે દીપિકા ગ્રીન કલરની ડ્રેસમાં નજરે આવી હતી. આ ડ્રેસને Giambattista Valliએ ડિઝાઇન કર્યો છે. જ્યારે ડ્રેસને દીપિકાએ સાટન રોજ પિંક હસબૈંડ સ્કાર્ફથી કમ્પલીટ કર્યો છે. સ્મોકી આઈમેકઅપ, લિપસ્ટિક,મીડિલ પાર્ટેડ ટાઇટ બન અને બો દીપિકાની સુંદરતાને વધુ ગ્રો કરી રહ્યા હતા. આ સંપૂર્ણ ગેટઅપમાં દીપિકા એકદમ ગ્લેમરસ દેખાતી હતી. દીપિકાનો આ લુક પણ સોશિયલ મીડિયા પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. ફેન્સ તેના આ લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ કેટલાક ફેન્સ તેના આ ડ્રામેટિક લુકની ટીકા પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફ્રાન્સ ખાતે ચાલી રહેલો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019 14 મેથી 25 મે સુધી ચાલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન