Deepika Padukone Spot at Facebook Office In Beautiful Look
  • Home
  • Featured
  • Photos: ફેસબૂકની ઑફિસે પહોંચી દીપિકા પાદુકોણ, જોવા મળી હૉટ લૂકમાં

Photos: ફેસબૂકની ઑફિસે પહોંચી દીપિકા પાદુકોણ, જોવા મળી હૉટ લૂકમાં

 | 11:10 am IST

દીપિકા પાદુકોણ ફરી એકવાર ચર્ચામાં છે. રણવીર સિંહ સાથે લગ્ન કર્યા બાદ અને હનીમૂન મનાવીને પરત ફર્યા બાદ દીપિકા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણ મુંબઈમાં ફેસબૂકની ઑફિસમાં પહોંચી હતી. અહીં દીપિકાનો હૉટ અંદાજ જોવા મળ્યો હતો. તસવીરોમાં જોઈ શકાય છે કે રણવીર સિંહ સાથે લગ્ન કર્યા બાદ દીપિકા વધુ સુંદર લાગી રહી છે. ફેસબૂક ઑફિસ પહોંચેલી દીપિકા પાદુકોણ સફેદ ડ્રેસમાં જોવા મળી હતી. સફેદ ડ્રેસમાં તે ઘણી જ સુંદર લાગી રહી હતી.

દીપિકા પાદુકોણ શૉર્ટ વ્હાઇટ ડેનિમ શર્ટ, વાઇટ ટૉપ અને ડેનિમ કૉટમાં જોવા મળી હતી. ફેન્સ સાથે ફન ચેટ માટે દીપિકા ફેસબૂક ઑફિસ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ અત્યારે ‘છપાક’ ફિલ્મને લઇને ચર્ચામાં છે. તો તેના પતિ રણવીર સિંહની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘સિમ્બા’ 200 કરોડની ક્લબમાં સામેલ થવાની નજીક છે. ફિલ્મે અત્યાર સુધી 196.80 કરોડની કમાણી કરી છે.

જો કે દીપિકા અને રણવીર સિંહનાં ફેન્સ માટે નિરાશાજનક સમાચાર છે. આ વર્ષે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એકસાથે ફિલ્મમાં નહીં જોવા મળે.