Deepika Padukone Still Keeping Tattoo of Ranbir Kapoor
  • Home
  • Featured
  • Photos: દીપિકાએ હજુ પણ સાચવી રાખ્યું છે રણબીરનાં નામનું ટેટૂ, આ તસવીરો છે પુરાવો

Photos: દીપિકાએ હજુ પણ સાચવી રાખ્યું છે રણબીરનાં નામનું ટેટૂ, આ તસવીરો છે પુરાવો

 | 12:19 pm IST

તાજેતરમાં જ જાણવા મળ્યું હતુ કે દીપિકા પાદુકોણે લગ્ન પહેલા પોતાના એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂરનાં નામનું ટેટૂ હટાવી દીધું છે. તો એવું પણ કહેવામાં આવ્યું કે દીપિકાએ આ ટેટૂમાં કેટલાક ફેરફાર કરાવ્યા છે. જો કે હવે હકીકત સામે આવી છે. દીપિકા પાદુકોણ ગુરૂવારે એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. આ દરમિયાન તે જ્યારે ગાડીમાંથી ઉતરી ત્યારે તેણે અંબોડો બાંધેલો હતો.

દીપિકાની આ તસવીરો જોતા દેખાય છે કે તેણે ટેટૂ હટાવ્યું નથી અને ના એમા કોઇ જ બદલાવ કર્યો છે. એરપોર્ટ પર દીપિકા ઑલ બ્લેક લૂકમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે નવેમ્બરમાં લગ્ન કરશે તેવા સમાચારો છે.