deepika padukone told about her bond with father in law
  • Home
  • Entertainment
  • Bollywood
  • જાણો દીપિકા પાદુકોણના સાસરીવાળાની કહાની, આ વાત પર સસરાજી વારંવાર ગુસ્સો કરે છે

જાણો દીપિકા પાદુકોણના સાસરીવાળાની કહાની, આ વાત પર સસરાજી વારંવાર ગુસ્સો કરે છે

 | 2:56 pm IST

દીપિકા પાદુકોણ એક તરફ ભારે વિવાદોમાં સપડાઈ છે અને એમાં એને કરોડોનું નુકસાન થવાની પણ પુરી શક્યતા સેવાઈ રહી છે. પરંતુ એ સિવાય જો વાત કરીએ તો તેમના લગ્ન રણવીર સિંહ સાથે થયા. એ પણ એક વહુની જેમ બીજા ઘરમાં ગઈ છે. તો હાલમાં એક ટીવીને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન દીપિકા પાદુકોણે તેની સાસરી પક્ષ વિષે કેટલીક વાતો કરી હતી. દીપિકાએ જણાવ્યું હતુ કે, તેના સસરાનો કઈ રીતે ગુસ્સો સહન કરવો પડે છે.

અભિનેત્રીએ વાત કરી કે, લગ્ન પછી તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં કોઈ જ ફેર નથી પડ્યો. દીપિકાનું એવું કહેવું છે કે, લગ્ન પછી એની સાસરી વાળાએ વહુની જેમ નહીં પણ દીકરીની જેમ રાખી છે. લગ્ન પહેલા જ્યારે પણ તે લગ્ન અને વહુના શોષણની વાતો સાંભળતી તો ડરી જતી હતી પરંતુ આ આ મામલે સાસરી પક્ષ ખુબ સારુ મળ્યું છે. દીપિકાએ કહ્યું કે, હું મને ભાગ્યશાળી માનું છું કારણ કે, જે ઘરમાં મારા લગ્ન થયા છે ત્યાં દીકરી અને વહૂ વચ્ચે કોઇ ફર્ક જ નથી.

દીપિકા કહે છે કે જ્યારે હું કામમાં ખૂબ જ વ્યસ્ત હોઉં છું અને ઘરે સમય ન આપી શકું ત્યારે મને ઘરેથી ઠપકો આપે છે. મારા સસરા ઘણીવાર મને ઠપકો આપે છે અને પૂછે છે કે, હું કેવા પ્રકારની દીકરી છું કે, જે તેને મળવા માટે સમય નથી કાઢી શકતી. દીપિકા હસતાં હસતાં કહે છે કે, મારા સસરાનો ઠપકો બિલકુલ એવો જ હોય જેવોો મારા પિતાનો હોય છે. મારા સાસરે મને રણવીરની બહેન રીતિકાની જેમ જ ઠપકો આપે છે અને પ્રેમ કરે છે.

આ વીડિયો પણ જુઓ: કોંગ્રેસે પતંગ થકી કર્યો સરકારનો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન