Deepika Padukon's Ex Boyfriend Nihar Pandya Decided To Merry
  • Home
  • Entertainment
  • Bollywood
  • દીપિકાનાં એક્સ બૉયફ્રેન્ડે લીધો લગ્ન કરવાનો નિર્ણય, જાણો કોની સાથે કરશે લગ્ન

દીપિકાનાં એક્સ બૉયફ્રેન્ડે લીધો લગ્ન કરવાનો નિર્ણય, જાણો કોની સાથે કરશે લગ્ન

 | 4:52 pm IST

દીપિકા પાદુકોણે ગયા વર્ષે રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા અને હવે બોલીવુડનું વધુ એક કપલ પણ લગ્ન કરવા જઇ રહ્યું છે. દીપિકા પાદુકોણનો એક્સ બૉયફ્રેન્ડ નિહાર પંડ્યા જલદી લગ્નનાં બંધનમાં બંધાશે. નિહાર અને દીપિકા એ વખતે એકબીજાને ડેટ કરતા હતા જ્યારે બંને સ્ટ્રગલર હતા.

દીપિકા અને નિહારની મુલાકાત 10 વર્ષ પહેલા એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી. આ દરમિયાન બંને એક-બીજાની નજીક આવ્યા હતા. દીપિકાને તો પોતાના કેરિયરમાં ઘણી સફળતા મળી, પરંતુ નિહારને ખાસ સફળતા મળી નહીં.

View this post on Instagram

Me #oldtimes#niharpandya #deepika#PC#roopa#loveuall

A post shared by Manzoor Khan (@therealmanzoorkhan) on

નિહાર હવે કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’થી ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. નિહાર જે સેલિબ્રિટી સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે તેનું નામ જાણીને તમે ચોંકી જશો. નિહાર બોલીવુડની ફેમસ સિંગર નીતિ મોહન સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. બંને ફેબ્રુઆરીમાં લગ્ન કરી શકે છે. નિહાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નીતિની બંને બહેનો શક્તિ મોહન અને મુક્તિ મોહન સાથેની તસવીરો શેર કરતો રહે છે.

નિહાર અને નીતિને જ્યારે પણ તેમના રીલેશનને લઇને પુછવામાં આવે છે તો બંને આ પ્રશ્નથી બચતા જોવા મળ્યા છે. બંને સાથે તસવીર ક્લિક કરાવતા પણ બચે છે. હવે બંનેનાં લગ્નનાં સમાચારો સાંભળીને ફેન્સ ચોંકી શકે છે. ઉલ્લેખનીય છે કે 13 વર્ષ પહેલા નિહાર અને દીપિકા પાદુકોણનાં અફેરનાં સમાચારો હતો, જ્યારે બંનેની મુલાકાત એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન