fans reveals how couple will look in their 80s photo viral deepika ranveer
  • Home
  • Featured
  • PHOTOS: 80 વર્ષે આવા દેખાશે દીપિકા-રણવીર સિંહ ફોટા થયા વાયરલ

PHOTOS: 80 વર્ષે આવા દેખાશે દીપિકા-રણવીર સિંહ ફોટા થયા વાયરલ

 | 9:25 am IST

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલીવુડના ટ્રેન્ડિંગ કપલ છે. ગયા વર્ષે જ્યારે બંનેએ સપ્તપદીના સાત ફેરા લીધા ત્યારો સોશિયલ મીડિયા પર તેમની મોટી ફેન ફોલોઈંગ હતી. દીપિકા અને રણવીરના નામે ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર કેટલાયે ફેનપેજ બન્યા છે. હાલ દીપિકા અને રણવીરની ફેનક્લબે આ કપલનો એક ફોટો વાયરલ કર્યો છે. જેમાં દર્શાવાયુ છે કે ઉંમરના એક પડાવ પછી એટલે કે 80 વર્ષની પાકટ ઉંમરે આ કપલ આવું જ જાજરમાન લાગશે.

આ તસ્વીરમાં કોઈ ફેને એજ ઓલ્ડ ઙિલ્ટરનો ઉપયોગ કરી આને બનાવી છે. જે તસવીરમાં આ એક્સપેરિમેન્ટ કર્યુ છે દીપિકા અને રણવીરના રિસેપ્શન પાર્ટીની છે. તસવીરમાં તેમના ચહેરા પર કરચલીઓ આંકવામાં આવી છે. રણવીરની દાઢી પણ સફેદ થઈ ચુકી છે. તો પણ દીપિકા અને રણવીર આકર્ષક લાગે છે, એ કહેવુ કઈ ખોટુ નથી કે આ કપલને ક્યારેય ઉંમરની સીમા સતાવશે નહી ત્યારે પણ તેઓ આવાજ આકર્ષક લાગશે.

દીપિકા અને રણવીરના લગ્ન પછી રણવીરની ફિલ્મ ગલીબોય રિલીઝ થઈ હતી તો બોક્સ ઓફિસ પર ફિલ્મે સારી કમાણી કરી હતી. હાલ રણવીર ફિલ્મ 83ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં રણવીર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકા નિભાવી છે. ત્યારબાદ તે તખ્તનું શૂટિંગ કરશે.

દીપિકા છપાકમાં દેખાશે જે આવતા વર્ષે રિલીઝ થશે, મેઘના ગુલઝારની આ ફિલ્મ પ્રશંસકો માટે ખુબજ મહત્વની છે. દીપિકા 83 ફિલ્મમાં પતિ રણવીર સાથે રોમી ભાટિયાની ભૂમિકા નિભાવશે. આ કપલની સાથેની આ ચોથી ફિલ્મ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન