deepveerreception-ms-dhoni-sakshi-dhoni-hardik-pandya-reception-party
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યા સ્ટેજ પર આવતા જ એમએસ ધોનીને છોડીને ચાલી ગઇ સાક્ષી, Video વાયરલ

હાર્દિક પંડ્યા સ્ટેજ પર આવતા જ એમએસ ધોનીને છોડીને ચાલી ગઇ સાક્ષી, Video વાયરલ

 | 4:01 pm IST

મુંબઇમાં બોલીવુડની સૌથી હોટ ફેવરીટ જોડી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પોતાના લગ્નની રિસેપ્શન પાર્ટી આપી હતી. શનિવારે થયેલા આ રિસેપ્શન પાર્ટીમાં બોલીવુડ હસ્તીઓ, ઉદ્યોગપતિઓ સિવાય ટીમ ઈન્ડિયાના બે મોટા ચહેરા પણ નજરે પડ્યા હતા.

રણવીર અને દીપિકાના રિસેપ્શનમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની પોતાની પત્ની સાક્ષીની સાથે પહોંચ્યો હતો. જ્યારે ઈજાના કારણે ટીમ ઈંડિયામાંથી બહાર બેસેલા હાર્દિક પંડ્યા પણ આ પાર્ટીમાં પહોંચ્યો હતો. પાર્ટીમાં જ્યારે ત્રણેય એક સાથે ઉભા રહ્યા તો કંઇક એવું જોવા મળ્યું કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માંડ્યો છે.

જો કે, પાર્ટીમાં ધોની અને સાક્ષી ફોટોગ્રાફર્સની સામે ફોટો પડાવી રહ્યા હતા. ત્યારે તેમની પાસે હાર્દિક પંડ્યા પણ આવ્યો હતો. ફોટોગ્રાફર્સે સાક્ષીને હાર્દિક પંડ્યાને સ્થાન બદલવા માટે કહ્યું હતું. ધોની વચ્ચે હતો અને સાક્ષી ડાબી અને પંડ્યા જમણી બાજુ હતા. ફોટોગ્રાફર્સે સાક્ષીને જમણી બાજુ જવાનું કહ્યું હતું, પરંતુ સાક્ષી હસીને સ્ટેજ પરથી ચાલી ગઇ હતી. કારણ શું હતું, તેનો ખુલાસો અત્યાર સુધી થયો નથી.

આમ જોવા જઇએ તો પાર્ટીમાં ધોની અને પંડ્યા ઘણા સ્માર્ટ લાગી રહ્યા હતા. બન્ને ખેલાડીઓએ બ્લેક સૂટ પહેરી રાખ્યો હતો. આ બન્ને સિવાય જાણીતા ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રી પણ આ પાર્ટીમાં હાજર હતા. સાથે સચિન તેંદુલકર પણ પોતાની પત્ની અંજલી અને પુત્ર અર્જુનની સાથે પહોંચ્યો હતો.

જ્યારથી રણવીર અને દીપિકાએ સાત ફેરા લીધા છે, બન્ને જણા અહેવાલોમાં છવાયેલા છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સંજય લીલા ભંસાલીની ત્રણ ફિલ્મો એક સાથે કરી છે, અને ત્રણેય ફિલ્મો સુપરહિટ રહી છે. બન્ને સ્ટાર્સે ‘રામલીલા ગોલિયોની રાસ લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’માં એક સાથે નજરે પડી ચૂક્યા છે.