deer stuck up in ganga barrage rescued by forester
  • Home
  • Featured
  • VIDEO: ‘ઉંમર તો કેલેન્ડરની તારીખનો ખેલ છે’ આ વૃદ્ધે જે કર્યું, એ વિચારીને જ યુવાનોને પરસેવો છૂટી જશે!

VIDEO: ‘ઉંમર તો કેલેન્ડરની તારીખનો ખેલ છે’ આ વૃદ્ધે જે કર્યું, એ વિચારીને જ યુવાનોને પરસેવો છૂટી જશે!

 | 6:32 pm IST

એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આઈએફએસ રમેશ પાંડેએ શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગુમનામી ગ્રીન હીરોઝ. અલગ અલગ ક્ષેત્રમાં આવા લોકો મૌન રીતે કામ કરે છે. એક હરણ ગંગા બેરેજમાં ફસાયું હતું, જેને હૈદરપુરના ફોરેસ્ટર મોહન યાદવે જીવ જોખમમાં મૂકીને બચાવ્યું હતું.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ દોરડા સાથે ગંગામાં ઉતરે છે. પાણીમાં ઘણો કાટમાળ છે, જેની વચ્ચે હરણ ફસાઈ ગયું છે. તે પોતે પાણીમાં ઉતરીને હરણની નજીક જાય છે અને તેને કાંઠે ખેંચીને લઈ આવે છે. તે પછી તે તેના સાથીઓ પાસે દોરડું માગે છે અને જેની મદદથી હરણને સુરક્ષિત બહાર કાઢવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન