ડીસા: બેંક ઓફ બરોડા સાથે 22 લાખની છેતરપિંડી - Sandesh
  • Home
  • Gujarat
  • ડીસા: બેંક ઓફ બરોડા સાથે 22 લાખની છેતરપિંડી

ડીસા: બેંક ઓફ બરોડા સાથે 22 લાખની છેતરપિંડી

 | 8:29 pm IST

ડીસામાં એક ઈસમે પોતાની મીલ્કત ગીરવે મૂકીને બેંક ઓફ બરોડામાંથી લોન લીધી હતી જોકે તેને લોન લીધી હોવા છતા પણ તેની મીલ્કત અન્ય ને વેચી મારી હતી અને ખરીદનાર વ્યક્તિએ પણ ટૂંક સમય બાદ ત્રીજા વ્યક્તિને મીલ્કત વેચી હતી આમ બેંક સાથે છેતરપીંડી કરનાર બે મહિલા સહિત ચાર વ્યક્તિએેા સામે ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે ડીસાના શાંતીનગર ખાતે રહેતા ભાવેશભાઈ પબાજી ચાવડા જયા ટ્રેડીંગ નામની દુકાન ધરાવે છે તેમને ધંધા માટે બેંક ઓફ બરોડામાંથી પોતાની મીલ્કત મોરગેજ કરાવીને ર લાખ રૃપીયાની લોન લીધી હતી અને તેમની લોનની ભરપાઈ કર્યા વગર જ પોતની મીલ્કત ભાવનાબેન ભરતકુમાર ઠક્કરને વેચી દીધી હતી બાદમાં ભાવનાબેને પણ આ મિલ્કત હિરાલાલ વિરાભાઈ પંચાલ ને વેચી હતી.

જોકે તેઓ જાણતા હતા કે લોન બાકી છે તેમ છતાં પણ તેમને આ મીલ્કત ખરીદી હતી જેથી બેંક ઓફ બરોડા ના મેનેેજરે ગતરોજ ઉત્તર પોલીસ મથકે બેંક સાથે છેતરપીંડી કરનાર ૪ વ્યક્તીઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી (૧)સોનલબેન ભાવેશકુમાર ચાવડા,(ર)ભાવેશકુમાર પબાજી ચાવડા(૩)ભાવનાબેન ભરતભાઈ ઠક્કર(૪)હીરાલાલ વીરાભાઈ પંચાલ,સામે ફરીયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.