Defence Expert told Why PM Modi not Mention China-Galwan Valley Issue Address To Nation
  • Home
  • Featured
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં કેમ ના થયો ચીનનો ઉલ્લેખ? નિષ્ણાંતો કર્યો ખુલાસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં કેમ ના થયો ચીનનો ઉલ્લેખ? નિષ્ણાંતો કર્યો ખુલાસો

 | 11:38 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રના નામે સંબોધન કર્યું હ્તું. પીએમ મોદીનું આ સંબોધન કોરોના વાયરસ પર જ રહ્યું હતું. સરહદે ચીન સાથે ભયંકર તણાવ છે જેથી પીએમ મોદી આ મુદ્દે પણ કોઈ મોટી જાહેરાત કરશે તેમ માનવામાં આવતુ હતું, પણ આ ભાષણમાં ચીનના નામ ના આવતા દેશભરમાં ભારે ચર્ચા જાગી છે. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અનેક આરોપ લગાવી રહ્યાં છે.

આ મામલે રક્ષા વિશેષજ્ઞએ ખુલાસો કર્યો છે કે, આખરે કેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન મામલે એક શબ્દ પણ ના ઉચ્ચાર્યો. વડાપ્રધાને આજે 16 મીનીટનું રાષ્ટ્રજોગ ભાષણ આપ્યું હતું. જોકે વડાપ્રધાને 16 મીનીટના આ ભાષણમાં 17 વાર ભારતનું નામ લીધું હતું.

શું કહ્યું રક્ષા નિષ્ણાંતે

ભારતની જાણીતી સમાચાર ચેનલ આજતક સાથેની વાતચીતમાં લેફ્ટ્નેંટ જનરલ (રિટાયર્ડ) શંકર પ્રસાદે કહ્યું હતું કે, આજે જ ચીન સાથે કમાંડર સ્તરની વાતચીત થઈ રહી છે અને તેમાંથી કોઈ નવી બાબત ઉભરીને સામે આવી શકે છે. બની શકે કે આજે જ આ બાબતો દિલ્હી સુધી ના પહોંચી શકે. જેથી બેઠકમાં કોઈ વાતચીત સ્પષ્ટ ના થાય ત્યાં સુધી પીએમ મોદીએ કંઈ નહીં બોલ્યા હોય તેવી શક્યતા છે.

ચીનના ઉલ્લેખને લઈને પૂર્વ સેનાધિકારી પ્રસાદે કહ્યું હતું કે, જોકે એવુ જરૂર લાગતુ હતું કે, પીએમ ચીનને લઈને કોઈ તો ઉલ્લેખ કરશે. દેશભરમાં લોકોમાં ઉકળાટ છે અને ચીન તરફથી પણ સતત નિવેદનબાજી થઈ રહી છે, સ્થિતિ ભયંખર છે તો એમ હતું કે કદાચ પીએમ આ મામલે બે ચાર શબ્દ બોલશે. શંકર પ્રસાદના જણાવ્યા પ્રમાણે જો ચીન પર બોલવુ પડે તો વિસ્તારપૂર્વક વાત કરવી પડે. 2-4 વાક્યમાં આખી વાત ના વણી શકાય.

તે ઉપરાંત આજે જ બંને દેશો વચ્ચે સરહદી વિવાદને લઈને ટોચના સૈન્ય કમાંડરો સાથે વાતચીત ચાલી રહી છે. આ વાતચીતમાં શું નિકળીને સામે આવ્યું છે તે હજી સ્પષ્ટ નથી. કદાચ આવતી કાલે સ્થિતિ સ્પષ્ટ થાય. આમ વાતચીત વચ્ચે વડાપ્રધાન દ્વારા ચીનને લઈને કોઈ ટિપ્પણી કરવી કદાચ યોગ્ય ના હોય તેથી પણ રાષ્ટ્રના નામે સંબોધનમાં પીએમ મોદીએ આ મામલે કંઈ બોલવાનું ટાળ્યું હોય તે શક્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન