જુઓ કેવી રીતે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે ઉડાવ્યું ફાઈટર પ્લેન, Video - Sandesh
NIFTY 10,428.40 -23.90  |  SENSEX 33,935.95 +-74.81  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • જુઓ કેવી રીતે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે ઉડાવ્યું ફાઈટર પ્લેન, Video

જુઓ કેવી રીતે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે ઉડાવ્યું ફાઈટર પ્લેન, Video

 | 7:01 pm IST

દેશના રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે સુખોઈ-30 એમકેઆઈ લડાકુ વિમાનની સવારી કરી. આજે સવારો જોધપુર એરફોર્સ સ્ટેશન પહોંચેલા નિર્મલા સીતારમણે લડાકુ વિમાનમાં ઉડાન ભરતા પહેલા ફાયટર પાયલટ્સ સાથે પણ મુલાકાત કરી હતી.

આ બાદ તેઓ ફાયટર પાયલટના ડ્રેસમાં સજ્જ થઈને પ્લેનમાં પણ બેસ્યા હતા. રક્ષા મંત્રીએ લડાકુ વિમાન દ્વારા રાજસ્થાનમાં ભારતના પશ્ચિમી મોરચાનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સીતારમણ દેશના પહેલા રક્ષા મંત્રી છે, જેમણે સુપરસોનિક લડાકુ વિમાનની સવારી કરી છે. જોકે, આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ પણ સુખોઈ 30 એમકેઆઈની સવારી કરી ચૂક્યા છે.