Defence Minister Rajnath Singh Attitude Changed active Aggressive Image
  • Home
  • Featured
  • તેજસની ઉડાન, વિક્રમાદિત્ય પર ફાયરિંગ, રાફેલ પુજા પાછળ રાજનાથ સિંહનો આ છે ‘ગેમ પ્લાન’

તેજસની ઉડાન, વિક્રમાદિત્ય પર ફાયરિંગ, રાફેલ પુજા પાછળ રાજનાથ સિંહનો આ છે ‘ગેમ પ્લાન’

 | 6:09 pm IST

ગૃહમંત્રી બન્યા પહેલા એકદમ શાંત અને ગંભીર જણારા રાજનાથ હવે એક શિકારીની જેમ સતર્ક અને આક્રમક બન્યા છે. તો સવાલ એ છે કે શું રાજનાથ સિંહના તેવર બદલાઈ રહ્યાં છે કે તે પોતે જ તેને બદલવાના પ્રયાસ કરી રહ્યાં છે.જ્યારે તેઓ ગૃહમંત્રી હતા ત્યારે સોશિયલ મીડિયામાં તેમને ‘નિંદાનાથ સિંહ’ કહેવામાં આવતા હતાં. પરંતુ આજે એક સંરક્ષણ મંત્રી તરીકે તેઓ ખુબ જ મર્યાદિત શબ્દોમાં પાકિસ્તાનને આકરી ચેતવણી આપતા શિખી ગયા છે.

છેલ્લા બે મહિનામાં રાજનાથ સિંહે દાખવેલી પ્રતિક્રિયા પર ધ્યાન આપવામાં આવે તો સ્પષ્ટ દેખાઈ આવશે કે તેમનામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. રાજનાથ સિંહે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે, હવે તેઓ જમ્મુ-કાશ્મીરને ભુલી જાય. હવે પાકિસ્તાને PoKની ચિંતા કરે. ત્યાર બાદ વધુ એકવાર રાજનાથ સિંહે ચેતવણી આપતા કહ્યું હતું કે, હવે એ સમય નથી રહ્યો કે ભારત પહેલા હુમલો નહીં કરે. જો જરૂર પડી તો અમે હુમલો કરતા ખચકાશું નહીં.

રક્ષા મંત્રી બનતા જ 48 કલાકમાં પહોંચ્યા સિયાચિન

રાજનાથ સિંહ રક્ષા મંત્રી બનતાના 48 જ કલાકમાં જમ્મુ-કાશ્મીરના સિયાચિન ગ્લેશિયર પહોંચ્યા હતાં. અહીં તેમણે સેનાના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને સરહદની તૈયારીઓની જાણકારી મેળવી હતી. આ રાજનાથ સિંહની પહેલી સિયાચિન યાત્રા હતી. દુનિયાની સૌથી ઉંચી રણભૂમિ 12,000 ફૂટની ઉંચાઈ પર સૈન્ય જવાનો સાથે દિવસ પસાર કર્યો હતો.

યુદ્ધ વિમાન તેજસની સવારી

રાજનાથ સિંહે સ્વદેશી યુદ્ધ વિમાન તેજસમાં બેસીને તેની ઉડાન ભરી હતી. તેઓ લગભગ 30 મિનિટ સુધી તેમાં સવાર થઈને અવકાશી ગર્જના કરી હતી. રાજનાથ સિંહે તેજસ ઉડાવવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, આ સ્વદેશી વિમાન હોવાથી જ મેં તેની પસંદગી કરી હતી.

INS વિક્રમાદિત્ય પરથી કર્યું અનેક રાઉન્ડ ફાયરિંગ

તેજસ ઉડાવ્યાના 10 જ દિવસ બાદ રાજનાથ સિંહે ગોવામાં વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય પર દિવસ પસાર કર્યો હતો. અહીં તેમણે જવાનો સાથે યોગ કર્યા હતાં. તે ઉપરાંત મશીનગનમાંથી ધનાધન અનેક રાઉન્ડ ગોળીબાર પણ કર્યો હતો. સાથે જ તેમણે હુંકાર કર્યો હતો કે ભારત ક્યારેક 26/11 હુમલાને ભુલી નહીં શકે. અમે જે ભુલો અગાઉ કરી તે ફરીથી નહીં કઈએ. આમ તેમણે આડકતરી રીતે પાકિસ્તાનની સાથો સાથ ચીન અને દુનિયાને સીધો સંદેશ આપી દીધો હતો.

ફ્રાંસમાં દશેરાએ ઉડાવ્યું રાફેલ

ગઈ કાલે દશેરાના તહેવારે જ રાજનાથ સિંહે ઘાતક યુદ્ધ વિમાન રાફેલ ઉડાવ્યું હ્તું. તે પણ ફ્રાંસમાં જઈને. જેથી રાજનાથ સિંહની દુનિયાભરમાં નોંધ લેવાઈ હતી.

સેના સમર્થક છબી બનાવવા રાજનાથે કરી આકરી મહેનત

ગૃહમંરત્રીમાંથી સંરક્ષણ મંત્રી બનેલા રાજનાથ સિંહે સેનાના સમર્થનક બનવા માટે આકરી મહેનત કરી હતી. આ માટે તેમણે લદ્દાખમાં એલએસીને અડીને આવેલી ભારત-તિબ્બેટ સરહદ પોલીસ કર્મીઓ સાથે અને માઓવાદગ્રસ્ત બસ્તરમાં સીઆરપીએફના જવાનો સાથે રાતો પણ પસાર કરી.

જવાનોને દિલ્હીથી શ્રીનગર મફત હવાઈ મુસાફરીની મંજુરી પણ આપી, કાશ્મીરમાં અને મધ્ય ભારતમાં વામપંથી ઉગ્રવાદીઓનો મુકાબલો કરી રહેલા અર્ધસૈનિક દળો માટે હાર્દશિપ અલાઉંસમાં વધારો પણ કર્યો.

અથડામણમાં શહિદ થનારા જવાનોના પરિજનોને આપવામાં આવતી સહાયતા રકમ પણ ચારગણી વધારી અને જવાનોના કલ્યાણ માટે ‘ભારત કે વીર’ફંડની સ્થાપના પણ કરી.

આમ ગૃહમંત્રી તરીકે એક શાત અને ગંભીર જણાતા રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી બનતા જ આક્રમક બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન