Defence Minister Rajnath Singh Performs Shastra Puja on Rafale Jet
  • Home
  • Featured
  • દશેરાના દિવસે ભારતને મળ્યું સૌથી ઘાતક હથિયાર, રક્ષા મંત્રીએ ધાર્મિક રિવાજોથી કરી પૂજા

દશેરાના દિવસે ભારતને મળ્યું સૌથી ઘાતક હથિયાર, રક્ષા મંત્રીએ ધાર્મિક રિવાજોથી કરી પૂજા

 | 9:35 pm IST

વાયુસેના માટે આજનો દિવસ ઐતિહાસિક છે. એક તરફ જ્યાં ભારતમાં દશેરાની ઉજવણી કરવામાં આવી છે ત્યાં જ બીજી તરફ ફ્રાંસે ભારતને RB 001 રાફેલ વિમાન સોંપી દીધું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતના પહેલા રાફેલ વિમાનની પૂજા કરી. આ સમય દરમિયાન, ફ્રાન્સમાં ભારતના ધાર્મિક રિવાજોની એક સુંદર ઝલક જોવા મળી.

રાજનાથસિંહે પ્રથમ રાફેલ વિમાનની શસ્ત્ર તરીકે ‘ઓમ’ લખીને પૂજા કરી હતી. એટલું જ નહીં પણ રાફેલની ટેસ્ટિંગ ઉડાન પહેલા તેના વ્હીલ્સ હેઠળ બે લીંબુ પણ મૂકવામાં આવ્યા હતા, જેને ધાર્મિક રિવાજોનો એક ભાગ માનવામાં આવે છે. સામાન્ય રીતે તમે ઘર અથવા દુકાન વગેરેના દરવાજા પર લીંબુ અને મરચા લટકતા જોયા હશે. ઉપરાંત વાહનોમાં પણ ખરાબ નજરથી બચવા માટે લીંબુ અને મરચા બાંધવામાં આવે છે. ખરાબ નજરથી બચવા માટે આવું કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન