Defence Minister Rajnath Sing Reviews Ladakh situation : Road Construction to Continue
  • Home
  • Featured
  • મોદી સરકાર ચીન-નેપાળ સામે લડી લેવાના મુડમાં! રાજનાથે ત્રણેય સેના પ્રમુખોને આપ્યા નિર્દેશ

મોદી સરકાર ચીન-નેપાળ સામે લડી લેવાના મુડમાં! રાજનાથે ત્રણેય સેના પ્રમુખોને આપ્યા નિર્દેશ

 | 4:48 pm IST

છેલ્લા કેટલાક દિવસોથી ચીન અને નેપાળ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મહત્વની બેઠક બોલાવી હતી. ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ બિપિન રાવત ઉપરાંત ત્રણેય સેનાના પ્રમુખો સાથે યોજેલી આ બેઠકમાં રાજનાથ સિંહે લદ્દાખની વર્તમાન સ્થિતિની જાણકારી મેળવી હતી.

ચીની સૈનિકો સાથે થોડા દિવસ પહેલા જ ઝપાઝપી થઈ હતી. ત્યારથી લઈને ભારત અને ચીન સરહદે સામ સામે આવી ગયા છે. આ ઘટનાક્રમ વચ્ચે આજે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં એક કલાક હાઈલેવલની બેઠક ચાલી હતી. જેમાં ભારત કેવી રીતે ચીનને સણસણતો જવાબ આપી રહ્યું છે તેની જાણકારી રાજનાથ સિંહને આપવામાં આવી હતી.

આજે રાજનાથ સિંહે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ બિપિન રાવત, સૈન્ય પ્રમુખ નરવણે, નૌકાદળ પ્રમુખ અને એરફોર્સ ચીફ સાથે ચીન-નેપાળ વિવાદને લઈને એક બેઠક યોજઈ હતી. આ બેઠક એક કલાક ચાલી હતી. બેઠક્માં ચીન સાથેનો હાલનો વિવાદ વાતચીત અને ડિપ્લોમેટિક મોર્ચે ઉકેલવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ ભારતીય સેના હાલ જ્યાં છે ત્યાં યથાવત જ રહેશે. ઉપરાંત ભારતે સરહદ પર જે પણ રસ્તાઓનું બાંધકામ શરૂ કર્યું છે તે કોઈ પણ ભોગે યથાવત રહેશે.

આ ઉપરાંત ચીન તરફથી સરહદે સૈનિકોની સંખ્યા સતત વધારી રહ્યું છે. તેનો જવાબ આપવા ભારત પણ સૈનિકોની સંખ્યા સતત વધારશે. ભારતીય સુરક્ષાબળોએ પોતાના હેવી લિફ્ટ પરિવહન વિમાનોનો ઉપયોગ અન્ય ઉંચાઈ ધરાવતા વિસ્તારમાંથી સૈનિકોને પૂર્વી લદ્દાખ સેક્ટરમાં તૈનાત કરવા કરવામાં આવી રહ્યો છે. દૌલત બેગ ઓલ્ડી સેક્ટરમાં એર સ્ટ્રિપનો ઉપયોગ કરતા સૈનિકોને આ વિસ્તારમાં ઉતારવામાં આવશે. તેવી જ રીતે હેલિકોપ્ટર્સ અને અન્ય સાધનોને પણ આ કામમાં લગાવવામાં આવશે.

ઉલ્લેખયનીય છે કે, ચીને સરહદે 5000થી પણ વધારે સૈનિકો LAC પર તૈનાત કર્યા છે. જવાબમાં ભારત પણ પોતાના સૈનિકો અહીં ખડકી રહ્યું છે. જ્યારે હવે રાજનાથ સિંહે પણ રોડ બાંધકામ કોઈ પણ ભોગે ના રોકવાના નિર્દેશ આપ્યા છે. રાજનાથ સિંહનો ઈશારો નેપાળને લઈને પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન