હવે પાકિસ્તાન અને આતંકવાદીઓની ખેર નહીં, ભારતીય સૈન્ય બનશે વધુ મારકણું - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • હવે પાકિસ્તાન અને આતંકવાદીઓની ખેર નહીં, ભારતીય સૈન્ય બનશે વધુ મારકણું

હવે પાકિસ્તાન અને આતંકવાદીઓની ખેર નહીં, ભારતીય સૈન્ય બનશે વધુ મારકણું

 | 9:01 pm IST

પાકિસ્તાન અને ચીન મોર્ચે વધતા તણાવ વચ્ચે કાશ્મીર ખીણમાં સુરક્ષા બળોના કેમ્પો પર આતંકવાદી હુમલામાં થયેલા વધારા વચ્ચે સેના માટે નાના હથિયારોની ખરીદીને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષા ખરીદ પરિષદે હજારો કરોડો રૂપિયાના નાના હથિયારોની ખરીદીને મંજૂરી આપી દીધી છે.

સરહદ પર તૈનાત સૈનિકોને આધુનિક અને અસરકારક હથિયારોથી સજ્જ કરવા માટે રક્ષા ખરીદ પરિષદે ગત 1 જ મહિનામાં ત્રણ મુખ્ય હથિયારો જેવી કે રાઈફલ, કાર્બાઈન અને લાઈટ મશીનગનોની ખરીદી વધુ ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી મહિનામાં જ 72, 400 રાઈફલો અને 93, 895 કાર્બાઈનોને મંજૂરી આપવામાં આવી છે.

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં રક્ષા ખરીદ પરિષદની આજે બેઠક થઈ હતી, જેમાં 15, 935 કરોડ રૂપિયાની ખરીદીના પ્રસ્તાવોને મંજુરી આપી દેવાઈ છે. પ્રસ્તાવમાં ત્રણેય સેનાઓ માટે જરૂરીયાત અનુસારની હલકા મસીનગનોને ફાસ્ટ ટ્રેક પર ખરીદી કરવાનો પ્રસ્તાવ સામેલ છે. જેનો અંદાજીત ખર્ચ 1819 કરોડ રૂપિયા હોવાનું અનુંમાન છે. આ મામલે સરકારના ઉપરના લેવલ પર કોઈ સમજુતી સધાય તેવી શક્યતા છે. આનાથી સરહદ પર તૈનાત સૈનિકોની ઓપરેશનલ જરૂરીયાતોને પૂરી કરવામાં મદદ મળશે. જ્યારે લાઈટ મશીનગન ખરીદવાનો પ્રસ્તાવ વિચારાધીન છે. નવા મશીનગનો અત્યારના મસીનગનોની સરખામણીએ વજનમાં હળવી રહેશે.

ભારતની બંને બાજુ અટકચાળા પાડોશીઓ છે. તેવી જ રીતે કાશ્મીરમાં હંમેશા સંઘર્ષભરી સ્થિતિ રહે છે. તાજેતરમાં તો કાશ્મીર ખીણ વિસ્તારમાં આતંકવાદીઓ સુરક્ષા બળોના કેમ્પોને જ ટાર્ગેટ બનાવી રહ્યાં છે. હુમલામાં જવાનો શહીદ થઈ રહ્યાં છે ત્યારે ભારતીય સૈન્યને વધુ આક્રમક બનાવવાના ત્વરીત પગલા લેવામાં આવ્યાં છે. તાજેતરમાં જ રક્ષા ખરીદ પરિષદે ત્રણેય સેનાઓ માટે 7.4 લાખ અસોલ્ટ રાઈફલ ખરીદવાને પણ મંજુરી આપી દીધી છે. જે ઓર્ડોનેંસ ફેક્ટરી બોર્ડ અને પ્રાઈવેટ ઈંડસ્ટ્રીઝ એમ બંને મળીને સંયુક્ત ઉપક્રમે ખરીદશે. જેનો ખર્ચ 12,280 કરોડ રૂપિયા થાય તેવું અનુંમાન છે. પરિષદે 5719 સ્નાઈપર રાઈફલની ખરીદીને પણ મંજુરી આપી દીધી છે, જે ભૂમિદળ અને વાયુદળને ફાળવવામાં આવશે. તેની કિંમત લગભગ 983 કરોડ રૂપિયા રહેશે. ભારતીય નૌકાદળની સબમરીન વિરોધી ક્ષમતા વધે તેના માટે મારીચ સિસ્ટમની ખરીદીને પણ મંજુરી આપવામાં આવી છે.