Photos : વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુદ્ધ ટેંક પર ચડી ગયાં - Sandesh
  • Home
  • Photo Gallery
  • Photos : વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુદ્ધ ટેંક પર ચડી ગયાં

Photos : વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુદ્ધ ટેંક પર ચડી ગયાં

 | 3:45 pm IST


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરૂવારે તમિળનાડુના મહાબલીપુરમમાં ડિફેંસ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું. ડિફેંસ એક્સ્પોમાં ભારતે તેની શક્તિના દુનિયાને દર્શન કરાવ્યા. આ ડિફેંસ એક્સ્પોની થીમ ઈંડિયા-ધ ઈમેજિંગ ડિફેંસ મેન્યુફેક્ચરિંગ હબ એટલે કે વિકસતું રક્ષા વિનિર્માણ ક્ષેત્ર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અને તમિળનાડુના મુખ્યમંત્રી પલનિસામીએ સાથે બેસીને મરીન કમાંડૉ ફોર્સની કોમ્બેટ ફ્રી ફોલ ડેમોસ્ટ્રેશન જોયું હતું. આ એક્સ્પો 14 એપ્રિલ સુધી ચાલશે.

આ પ્રસંગે સંરક્ષણ ઉપકણોના આ સૌથી મોટા ડિફેંસ એક્સ્પોમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ઉત્સુકતા રોકી શક્યા ન હતાં અને યુદ્ધ ટેંક પર ચડી ગયાં હતાં.