Defense Minister Of Nepal Gave War Threat To India
  • Home
  • Featured
  • ચીન-પાક. તો ઠીક, હવે નેપાળ પણ ભારત સાથે યુદ્ધ કરવા તૈયાર! આપી દીધી ખુલ્લેઆમ ધમકી

ચીન-પાક. તો ઠીક, હવે નેપાળ પણ ભારત સાથે યુદ્ધ કરવા તૈયાર! આપી દીધી ખુલ્લેઆમ ધમકી

 | 1:00 pm IST

ભારતીય સેનાનાં પ્રમુખ એમ.એમ. નરવણેએ 15મેનાં એક નિવેદનમાં કહ્યું હતુ કે કાલાપાનીને લઇને નેપાળ કોઈ બીજાનાં ઇશારે વિરોધ કરી રહ્યું છે. સેના પ્રમુખનો ઇશારો ચીન તરફ હતો. આ નિવેદનને લઇને હવે નેપાળનાં ઉપ-વડાપ્રધાન અને રક્ષા મંત્રી ઈશ્વર પોખરેલે પ્રતક્રિયા આપી છે. નેપાળી રક્ષા મંત્રીએ કહ્યું છે કે ભારતીય સેના પ્રમુખનાં નિવેદનથી નેપાળી ગોરખાઓની ભાવનાને ઠેંસ પહોંચી છે, જેઓ લાંબા સમયથી ભારત માટે બલિદાન આપતા આવ્યા છે.

ભારત-નેપાળનાં વિવાદમાં હવે ગોરખા સૈનિકોને ઘસેડ્યા

‘ધ રાઇઝિંગ નેપાળ’ ન્યૂઝ આઉટલેટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નેપાળનાં રક્ષા મંત્રીએ કહ્યું કે, જનરલ મનોજ નરવણેનો રાજનીતિક વિવાદમાં ચીનની તરફ ઇશારો કરવો નિંદનીય છે. તેમણે કહ્યું કે જો જરૂર પડી તો નેપાળી સેના લડાઈ પણ કરશે. પોખરેલે કહ્યું કે, સેના પ્રમુખનાં આ નિવેદનથી નેપાળી ગોરખાઓની ભાવનાઓને પણ ઠેસ પહોંચી છે જેઓ ભારતની સુરક્ષા માટે પોતાનો જીવ આપે છે. તેમના માટે (ભારતીય સેના પ્રમુખ) ગોરખા દળોની સામે માથું ઊંચુ કરીને ઉભું રહેવું પણ હવે મુશ્કેલ રહેશે.

ભારતીય સેનામાં ગોરખાની લગભગ 40 બટાલિયન

તેમણે ભારતીય સેના પ્રમુખનાં નિવેદનને રાજકીય સ્ટંટ ગણાવ્યો છે અને કહ્યું કે સેના પ્રમુખથી આ પ્રકારનાં નિવેદનની અપેક્ષા ના કરી શકાય. ભારતીય સેનામાં આઝાદી પહેલાથી જ નેપાળી ગોરખા સામેલ રહ્યા છે અને ભારત-નેપાળ વિવાદથી તેમને હંમેશા દૂર જ રાખવામાં આવ્યા છે. ભારતીય સેનામાં ગોરખાની લગભગ 40 બટાલિયન છે જેમાં નેપાળનાં સૈનિકો મોટી સંખ્યામાં છે. જો કે આ પહેલીવાર છે જ્યારે નેપાળનાં રક્ષા મંત્રીએ ભારત-નેપાળનાં વિવાદમાં ગોરખા સમુદાયને પણ ઘસેડ્યો છે.

ભારતે રોડ બનાવ્યો તો ભડક્યો નેપાળ, ચીને ભરી ચાવી

8 મેનાં દારચૂલા-લિપુલેખમાં ભારતે રોડનું ઉદ્ઘાટન કર્યું હતુ જેને લઇને નેપાળે વિરોધ નોંધાવ્યો હતો. નેપાળ આ વિસ્તારો પર પોતાનો દાવો રજૂ કરતુ રહ્યું છે. કેટલાક દિવસ બાદ જ સેના પ્રમુખ નરવણેએ નિવેદન આપ્યું હતુ કે લિંક રોડ ભારતીય ક્ષેત્રમાં છે તેથી નેપાળ પાસે વિરોધ કરવાનું કોઈ કાણર નથી. તેમણે કહ્યું હતુ કે અનેક તર્ક એવા છે જેના આધારે એ માની શકાય છે કે તેમણે કોઇનાં ઇશારા પર મુદ્દો ઉઠાવ્યો હશે અને આ એક મોટી સંભાવના છે.

આ વિડીયો પણ જુઓ: લૉકડાઉન વચ્ચે વર્ચ્યુઅલ રેલી કરશે ભાજપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન