definitely do this work, the heat Stroke will stay away from the body.
  • Home
  • Featured
  • લૂથી બચવા માટે ગરમીમાં પીઓ આ 3 વસ્તુ, નહીં થાય કોઇપણ બીમારી

લૂથી બચવા માટે ગરમીમાં પીઓ આ 3 વસ્તુ, નહીં થાય કોઇપણ બીમારી

 | 11:06 am IST

ગરમીથી બચવા માટે લોકો અનેક ઉપાય કરતા રહે છે. જેને લઇને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. કેટલીક વખત ગરમ હવાઓ અને પાણીની ઉણપના કારણે શરીરમાં હીટ સ્ટ્રોકથી જોડાયેલી કેટલીક બીમારીઓ થાય છે. ગરમીના દિવસોમાં અચાનક ચક્કર આવવા. લૂ લાગવી, માથાનો દુખાવો, તાવ જેવી સમસ્યાઓ થવા લાગે છે. એવામાં જરૂરી છે કે તમારા સ્વાસ્થ્યનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવીશું જેની મદદથી તમે લૂ થી બચી શકો છો.

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ સૌથી બેસ્ટ હોમ રેમેડી છે. લૂથી બચવા માટે જ્યારે પણ તમે ઘરથી બહાર નીકળો છો તો તે પહેલા તમે ડુંગળીનું સેવન કરો. સાથે તમારી સાથે ખીસ્સામાં સફેદ ડુંગળી રાખી શકો છો. જે ગરમીને એબ્જોર્બ કરી લે છે. તે સિવાય તમે તેનો રસ મધની સાથે પીઓ. તેનાથી લૂની સમસ્યાથી બચી શકાય છે.

આંબલીનું પાણી

આંબલીનું પાણી વિટામીન, મિનરસ્લ અને ઇલેકટ્રોલાઇટ્સથી ભરપૂર હોય છે. તે શરીરને ઘણા એસેન્શિયલ ન્યુટ્રીએન્ટ્સ આપવાની સાથે ડીહાઇડ્રેશનથી બચાવવાનું કામ કરે છે. આંબલીને પાણીમાં પલાળીને ઉકાળી લો અને તેને ગાલી તેમા ખાંડ કે મધ મિક્સ કરી પીઓ. તેનાથી તમને ઠંડક મળી શકે છે.

છાશ

દહીં કે છાશ પ્રોબૉયોટિક્સથી ભરપૂર હોય છે. તેમા પ્રોટીન અને વિટામિન પણ હોય છે. તે તમારા શરીરને હાઇડ્રેટ પણ રાખે છે. તમે ઇચ્છો છો દહીંનુ સેવન વધારે પ્રમાણમાં કરી શકો છો. છાશ બનાવવા માટે તમે એક કપ દહીંમાં બે ગ્લાસ પાણી ઉમેરીને મિક્સ કરી લો. તેમા સંચળ અને જીરૂ ઉમેરીને પીઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન