Delay in import of iPhone 12, Xiaomi and Oppo mobiles from China In India
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતે નિયમોને કડક કર્યા, ચીનથી iPhone 12, Xiaomi અને Oppo મોબાઈલના ઈમ્પોર્ટમાં વિલંબ

ભારતે નિયમોને કડક કર્યા, ચીનથી iPhone 12, Xiaomi અને Oppo મોબાઈલના ઈમ્પોર્ટમાં વિલંબ

 | 9:24 pm IST
  • Share

ભારતે ચીનથી આવતા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો માટેના નિયમો કડક કર્યા છે. તેનાથી ચીનથી આયાત કરેલા પ્રોડક્ટને કડક ગુણવત્તાવાળા ક્લિયરન્સ કંટ્રોલ નિયમોમાંથી પસાર થવું પડે છે. આને કારણે ચીનથી આવતા Appleના iPhone 12 મોડેલના ઈમ્પોર્ટમાં મોડું થઈ રહ્યું છે. આ ઉપરાંત Xiaomi અને Oppo સ્માર્ટફોનના ઈમ્પોર્ટને હોલ્ડ કરી દેવામાં આવ્યું છે.

રોયટર્સના જણાવ્યા અનુસાર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની ગુણવત્તાયુક્ત ક્લિયરન્સ એજન્સીથી સામાન્ય રીતે 15 દિવસની અંદર આવી અરજીઓને મંજૂરી આપી દેવામાં આવે છે. પરંતુ હાલમાં મંજૂરી મેળવવા માટે ઘણી કંપનીઓને બે મહિના સુધી રાહ જોવી પડી રહી છે. ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચરમસીમાએ હતો ત્યારે એવા સમયે સ્માર્ટફોન, સ્માર્ટવોચ અને લેપટોપ જેવા ચાઇના બનાવટ ઉપકરણોની આયાતને મંજૂરી આપવા માટે બીઆઈએસ ઓગસ્ટથી વિલંબ કરવામાં આવી રહ્યો છે. ચીન સાથે સરહદ તણાવ બાદ ભારતે ચીનના રોકાણના નિયમો પણ કડક કર્યા છે. ઉપરાંત 250થી વધુ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં મોટી કંપનીની એપ્લિકેશન્સ જેવી કે ટેન્સન્ટ, અલીબાબા અને બાયટડાન્સ શામેલ છે. મંગળવારે ભારતે ફરીથી 43 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

Apple Indiaના એક્ઝિક્યુટિવે બીઆઈએસને અપીલ કરી છે કે, ચીનથી iPhone 12ની આયાત કરવામાં વિલંબને કારણે એપ્લિકેશનની મંજૂરીમાં ઝડપ લાવવામાં આવે. ઉપરાંત, Appleએ ભારતમાં તેની એસેમ્બલી લાઇનને વિસ્તૃત કરવાની વાત કરી છે. તમને જણાવી દઈએ કે હાલમાં Apple ભારતમાં ઘણા આઇફોનનું ઉત્પાદન કરી રહ્યું છે. પરંતુ આઈફોન 12 ફક્ત ચીનમાં જ બનાવવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર બીઆઈએસ પાસે લેપટોપ અને ટેબ્લેટ્સ માટે 1,080 અરજીઓ બાકી છે. તે જ સમયે છેલ્લા 20 દિવસથી લગભગ 669 ઉપકરણો માટેની એપ્લિકેશનોને મંજૂરી આપવામાં આવી નથી. આ તમામ ઉપકરણો ચાઇના સ્થિત કારખાનામાં બનાવવામાં આવ્યા છે. આમાંની કેટલીક અરજીઓ સપ્ટેમ્બરથી મંજૂરીની રાહ જોઈ રહી છે.

આ વીડિયો પણ જુઓઃ કોગ્રેસના ચાણકય અહેમદ પટેલની કેટલીક યાદો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન