Technology: delete third party keyboard emoji app ai type
  • Home
  • Featured
  • તમારું એકાઉન્ટ સફાચટ કરી શકે છે આ App, ફોનમાંથી તરત કરો Delete

તમારું એકાઉન્ટ સફાચટ કરી શકે છે આ App, ફોનમાંથી તરત કરો Delete

 | 7:58 am IST

એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક ખતરનાક એપ્લિકેશન વિશે ચેતવણી આપવામાં આવી છે. પ્લે સ્ટોર પર એક એવી એપ્લિકેશનની માહિતી મળી છે, જે યુઝર્સના એકાઉન્ટને ખાલી કરી શકે છે. તાજેતરમાં, સિક્યૉર-ડી ટીમે કરેલા નવા સંશોધનમાં ‘ai.type’ નામની એક એપ મળી છે, જે યુઝરની પરવાનગી વિના પ્રીમિયમ ડિજિટલ સેવાઓ ખરીદી શકે છે.

આ કારણે, યુઝરને એ પણ ખબર હોતી નથી કે તેણે કોઈ પ્રીમિયમ કન્ટેન્ટ સર્વિસ ખરીદી છે. અને તેના કારણે જાણ પણ નથી થઈ શકતી કે તેમણે કોઈ પ્રીમિયમ કન્ટેન્ટ સર્વિસ ખરીદ્યું છે અને તેના પૈસા કપાઈ પૈસા કપાઈ રહ્યા છે. તેથી જ ફોનમાંથી આજે જ આ એપને ડિલિટ કરો, કારણ કે તે જે જણાવ્યા વગર જ એકાઉન્ટમાંથી રૂપિયા કાપી રહી છે.

Ai.type એ એક થર્ડ-પાર્ટી કીબોર્ડ Android એપ્લિકેશન છે, જે 4 કરોડ વખત ડાઉનલોડ થઈ છે. આ એપ્લિકેશન ઇઝરાઇલની કંપની Ai.type LTD દ્વારા બનાવવામાં આવી છે, જેનું વર્ણન ‘Free Emoji keyboard’ તરીકે આપવામાં આવ્યું છે.

એક અહેવાલ પ્રમાણે આ એપ બેકગ્રાઉન્ડમાં કામ કરતી હતી. તેમાં યૂઝરને જાણ થયા વગર એડ વ્યૂઝ આપવામાં આવતી. સાથે સાથે એપ ડિજિટલ ખરીદી પણ કરી શકાતી, જેના કારણે યુઝરના ખાતામાંથી પેમેન્ટ કરવામાં આવતુ હતુ.

સિક્યૉર-ડી ટીમે જણાવ્યું હતું કે છેતરપિંડી કરીને આ એપ્લિકેશને અત્યાર સુધીમાં આશરે 18 મિલિયન ડોલર (આશરે 127 કરોડ રૂપિયા) નો ચૂનો લગાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી સિક્યોરિટી ફર્મ સુરક્ષા કંપની સિક્યૉર-ડી દ્વારા બચાવવામાં આવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે 110,000 મોબાઇલમાંથી 14 મિલિયન (1 કરોડ 40 લાખ) ટ્રાન્ઝેક્શનની રિક્વેસ્ટ મળી ચૂકી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ એપ દ્વારા 13 દેશો પ્રભાવિત થયા છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાથી ઝડપાઈ છે એક ચોર ગેંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન